ગુજરાત

gujarat

ETV Bharat / state

શંખેશ્વર તાલુકાના મોટીચંદુર અને કુંવારદ ગામની કલેક્ટરે મુલાકાત લીધી

પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના મોટી ચંદુર અને કુંવારદ ગામની જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીએ રૂબરૂ મુલાકાત લીધી હતી. કોરોના વાઇરસના સંક્રમણથી વધુ પ્રભાવિત એવા આ ગામોના આગેવાનો સાથે બેઠક યોજી કલેક્ટરે ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન સહિતની બાબતો અંગે ચર્ચા કરી હતી.

શંખેશ્વર તાલુકાના મોટીચંદુર અને કુંવારદ ગામની કલેક્ટરે મુલાકાત લીધી
શંખેશ્વર તાલુકાના મોટીચંદુર અને કુંવારદ ગામની કલેક્ટરે મુલાકાત લીધી

By

Published : May 2, 2021, 9:44 PM IST

  • કોરોના સંક્રમણથી વધુ પ્રભાવિત છે શંખેશ્વર તાલુકાનું મોટી ચંદુર અને કુંવારદ ગામ
  • સ્થાનિક આગેવાનો અને ગામના સરપંચો સાથે કરી બેઠક
  • શંકાસ્પદ દર્દીઓને ત્વરિત પ્રાથમિક સારવાર માટે કરી અપીલ
  • ગામમાં સ્વૈચ્છિક લોકડાઉનનો અમલ કરવાની અપીલ કરી
    કલેક્ટરની મુલાકાત

પાટણઃ આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લા વહિવટી તંત્રના સંકલનમાં સઘન સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે. જે દરમિયાન હળવા લક્ષણો ધરાવતા દર્દીઓને દવાની કીટ પણ આપવામાં આવી રહી છે. આ સર્વેલન્સ દરમિયાન વધુ સંક્રમણ ધરાવતા ગામોમાં લોકજાગૃતિ કેળવાય તથા સંક્રમણ અટકાવવા સઘન પ્રયત્નો થાય તે માટે કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીએ સ્થાનિક આગેવાનો તથા સરપંચો સાથે બેઠક યોજી વહિવટી તંત્રને સહકાર આપવા ઉપરાંત સ્વયંશિસ્તના પાલન થકી ગામને કોરોનામુક્ત કરવા માર્ગદર્શન અને પ્રેરણા આપી હતી.

આ પણ વાંચોઃ આણંદ જિલ્લામાં કોરોનાની સ્થિતિને નાથવા તંત્ર સજ્જ: કલેક્ટર

જરૂર જણાયા પર જ ઘરની બહાર નીકળવા અપીલ

આ પ્રસંગે કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીએ જણાવ્યું હતું કે, ગામમાં જો કોરોના વાઇરસનું સંક્રમણ અટકાવવું હશે તો 10 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન આવશ્યક છે. આગેવાનો દ્વારા લોકોને અપીલ કરવામાં આવે કે ગ્રામજનો જરૂરિયાત વગર ઘરની બહાર ન નીકળે અને માસ્કનો ફરજિયાત ઉપયોગ કરે તો આપણે ગામને અવશ્ય કોરોના મુક્ત કરી શકીશું.

કલેક્ટરની મુલાકાત

સંયુક્ત કુટુંબ રહેતા હોય તેવા લોકો સંક્રમિત થાય તો કોવિડ કેર સેન્ટરમાં દાખલ થવા કર્યો અનુરોધ

કોરોના વાઇરસથી સંક્રમિત થયા હોય અને નાના ઘર કે સંયુક્ત કુટુંબમાં રહેતા હોય તેવા ગ્રામજનો ઘરના સભ્યોને સંક્રમિત ન કરે તે માટે ગામમાં શરૂ કરવામાં આવેલા કોવિડ કેર સેન્ટરમાં દાખલ થાય તે માટે પણ કલેક્ટરે અનુરોધ કર્યો હતો. આ સાથે જ ગ્રામ્ય કક્ષાએ કાર્યરત આરોગ્યકર્મી અને અન્ય કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details