- પાટણમા શેહેરીજનોની ધીરજ ખૂટી
- લોકડાઉનના ત્રીજા દિવસે લોકોની અવરજવરથી બજારો ધમધમ્યા
- શાકભાજી અને ફ્રૂટની લારીઓ બજારોમાં ફરતી થઈ
પાટણ : શહેર સહિત જિલ્લામાં કોરોના સંક્રમણ નીચે તોડવા માટે જિલ્લા વહીવટી તંત્રે વિવિધ વેપારી મંડળો અને સામાજિક આગેવાનો સાથે બેઠક યોજી એક સપ્તાહ સુધીનું આપવાનો નિર્ણય કર્યો હતો. જેને પગલે મંગળવારે પ્રથમ દિવસે વેપારીઓએ તમામ દુકાનો સજ્જડ બંધ રાખી લોકડાઉનને સમર્થન આપ્યું હતું.
પાટણમાં સ્વૈચ્છિક લોકડાઉનના ત્રીજા દિવસે બજારમાં જોવા મળી લોકોની ચહલપહલ આ પણ વાંચો -પાટણ સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્ક ઉભી કરાઈ
બજારોમાં લોકોની અવરજવર વધી
સ્વૈચ્છિક લોકડાઉનને કારણે બજારોમાં સન્નાટો જોવા મળ્યો હતો, જ્યારે લોકડાઉનના ત્રીજા દિવસે કાળઝાળ ગરમી વચ્ચે શહેરીજનો જાણે કંટાળ્યા હોય તેમ માનવ ચહલ-પહલ બજારોમાં જોવા મળી હતી. જો કે, શહેરના મુખ્ય બજારની તમામ દુકાનો સજ્જડ બંધ રહી હતી. સ્વૈચ્છિક લોકડાઉનના ત્રીજા દિવસે મુખ્ય માર્ગો પર ફ્રુટ અને શાકભાજીની લારીઓ ફરતી થતા બજારોમાં લોકોની અવરજવર વધી હતી.
આ પણ વાંચો -પાટણમાં કોરોના પોઝિટિવ હોમ આઇસોલેટેડ દંપતી ફરાર, ફરિયાદ નોંધાઇ