- બાલીસણા કેનાલમાંથી યુવકની મળ્યો મૃતદેહ
- મૃતદેહ મળતા ઘટના સ્થળે લોકોનું ટોળું જમા થયું
- પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહની ઓળખ કરી
પાટણ : બાલીસણા નજીક કુડેર અને મોટા રામણદાની સીમમાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં શનિવારે પાણીની પર તરતો મૃતદેહ જોવા મળતા લોકોના ટોળે ટોળા એકઠા થઇ ગયા હતા. જેની જાણ બાલીસણા પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. મૃતદેહને બહાર કાઢી તેની ઓળખવિધિ કરતા તે મૂળ વાલમ ગામનો વતની અને સુજલામ સુફલામ કેનાલમાં માતપુર ગામે ફરજ બજાવતો હોવાનું જાણવા મળ્યું હતું.