ગુજરાત

gujarat

જાડેશ્વર પાલડી ખાતેના સરકારી ચિલ્ડ્રન હોમની મદદનીશ કલેક્ટરે મુલાકાત લીધી

પાટણ જાડેશ્વર પાલડી ખાતેના સરકારી ચિલ્ડ્રન હોમની મદદનીશ કલેક્ટરે મુલાકાત લીધી હતી. મદદનીશ કલેક્ટર સ્વપ્નિલ ખરેએ કાળજી, સંભાળ અને રક્ષણની જરૂરીયતવાળા બાળકોને આશ્રય આપવા જિલ્લામાં કાર્યરત બાળ સંભાળ ગૃહો પૈકી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝની મુલાકાત લીધી હતી. જ્યાં પ્રાથમિક સુવિધાઓની સમિક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

By

Published : Dec 20, 2020, 11:03 AM IST

Published : Dec 20, 2020, 11:03 AM IST

જાડેશ્વર પાલડી ખાતેના સરકારી ચિલ્ડ્રન હોમની મદદનીશ કલેક્ટરે મુલાકાત લીધી
જાડેશ્વર પાલડી ખાતેના સરકારી ચિલ્ડ્રન હોમની મદદનીશ કલેક્ટરે મુલાકાત લીધી

  • મદદનીશ કલેક્ટરે બાળ સંભાળ ગૃહોની મુલાકાત લીધી
  • ચિલ્ડ્રન હોમમાં પ્લેગ્રાઉન્ડની દરખાસ્ત કરવા આપી સૂચના
  • સ્ટાફ અને બાળકોને ફાયર સેફ્ટીની તાલીમ આપવા કર્યો અનુરોધ

પાટણઃ મદદનીશ કલેક્ટર સ્વપ્નિલ ખરેએ કાળજી, સંભાળ અને રક્ષણની જરૂરીયતવાળા બાળકોને આશ્રય આપવા જિલ્લામાં કાર્યરત બાળ સંભાળ ગૃહો પૈકી ચિલ્ડ્રન હૉમ ફૉર બોયઝની મુલાકાત લીધી હતી. જ્યાં પ્રાથમિક સુવિધાઓની સમિક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

પ્લેગ્રાઉન્ડ માટેની દરખાસ્તની કરી રજૂઆત

સરસ્વતી તાલુકાના જાળેશ્વર-પાલડી ખાતે આવેલા સરકારી ચિલ્ડ્રન હૉમ ફૉર બોયઝનું નિરિક્ષણ કરી મદદનીશ કલેક્ટર સ્વપ્નિલ ખરેએ જરૂરી પ્રાથમિક સુવિધાઓની સમિક્ષા કરી હતી. મદદનીશ કલેક્ટરે ચિલ્ડ્રન હોમમાં રહેતા બાળકો રમત-ગમતની પ્રવૃતિઓ કરી શકે તે માટે પ્લેગ્રાઉન્ડ માટેની દરખાસ્ત રજૂ કરવા સુચના આપી હતી. સાથે જ સંકુલની સ્વચ્છતા સુનિશ્ચિત કરવા પણ સુચન કર્યું હતું.

ફાયર સેફ્ટીની તાલીમ આપવા પણ સુચન

કોરોના વાઇરસ મહામારી સમયે શૈક્ષણિક પ્રવૃત્તિઓ ઓનલાઈન ચાલી રહી છે, ત્યારે ચિલ્ડ્રન હોમમાં રહેતા તથા લોકડાઉનના સમયમાં પોતાના ઘરે મોકલ્યા હોય તેવા બાળકો સમયસર યોગ્ય શિક્ષણ પ્રાપ્ત કરે તેવી વ્યવસ્થાનું નિરિક્ષણ કરવા જણાવ્યું હતુ. તેમ જ ચિલ્ડ્રન હૉમના સ્ટાફ તથા બાળકોને આગ જેવી આપાતકાલિન પરિસ્થિતિમાં સલામત રહી શકે તે માટે ફાયર સેફ્ટીની તાલીમ આપવા પણ સુચના આપી હતી.

ABOUT THE AUTHOR

...view details