ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણના હારીજ ITI ખાતે 71માં વન મહોત્સવની ઉજવણી કરાઈ - The 71st Forest Festival

પાટણ જિલ્લાના હારીજમાં શ્રમ અને રોજગાર વિભાગના કેબિનેટ પ્રધાન દિલીપ ઠાકોરના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના 71મા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. હારીજ ITI ખાતે યોજાયેલા વન મહોત્સવમાં સાંસદ ભરતસિંહજી ડાભી તથા જિલ્લા કલેકટર આનંદ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

પાટણના હારીજ ITI  ખાતે 71માં વન મહોત્સવની ઉજવણી કરાઈ
પાટણના હારીજ ITI ખાતે 71માં વન મહોત્સવની ઉજવણી કરાઈ

By

Published : Aug 7, 2020, 9:59 PM IST

પાટણ: આ કાર્યક્રમમાં કેબિનેટ પ્રધાન દિલીપ ઠાકોર, સાંસદ ભરતસિંહ ડાભી, જિલ્લા કલેક્ટર આનંદ પટેલ તેમજ મહાનુભાવો દ્વારા હારીજ આઈ.ટી.આઈ.ના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે મહાનુભાવો દ્વારા જિલ્લાના શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં રોપા વિતરણ કરવા માટે પાંચ જેટલા વૃક્ષ રથને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

પાટણના હારીજ ITI ખાતે 71માં વન મહોત્સવની ઉજવણી કરાઈ

કાર્યક્રમના સ્થળ પર વન વિભાગ દ્વારા રોપા વિતરણ માટે સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. જેનો ગ્રામજનોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. આ પ્રસંગે શ્રમ અને રોજગાર પ્રધાન દિલીપકુમાર ઠાકોરે પ્રાસંગિક ઉદ્દબોધન કરતાં જણાવ્યું હતું કે, મનુષ્ય પોતાના જીવનકાળ દરમિયાન ચાર વૃક્ષો જેટલો ઓક્સિજન ગ્રહણ કરે છે. જેની ભરપાઈ માટે દરેક વ્યક્તિએ ઓછામાં ઓછા ચાર વૃક્ષો વાવવા જોઈએ. સાથે જ આધુનિક યુગમાં પરિવર્તન સાથે ફેલાયેલા પ્રદુષણથી પર્યાવરણને નુકશાન થઈ રહ્યું છે. ત્યારે દરેક વાહનની ખરીદી વખતે પણ વૃક્ષો વાવી વાતાવરણને સંતુલિત કરવા પ્રયત્ન કરવો જોઈએ.

પાટણના હારીજ ITI ખાતે 71માં વન મહોત્સવની ઉજવણી કરાઈ

પાટણ લોકસભા મતવિસ્તારના સંસદ ભરતસિંહજી ડાભીએ જણાવ્યું કે, વૃક્ષો માનવજાતના પરમ હિતૈશી અને સ્વજન સમાન છે. પ્રાણવાયુ સહિત અનેક લાભ આપતા વૃક્ષોના વાવેતર અને સંવર્ધન થકી આપણે સૌએ પ્રકૃતિનું ઋણ અદા કરવાનું છે.

ABOUT THE AUTHOR

...view details