પાટણ: પાટણ શહેર સહિત જિલ્લામાં કોરોના સંક્રમણ ઉપર કાબુ મેળવવા હવે દરેક વ્યક્તિના નાકના ભાગેથી સેમ્પલ લઈ એન્ટીજન ટેસ્ટ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને તેના થકી પોઝિટિવ દર્દીઓને તાત્કાલીક સારવાર આપવામાં આવશે. પાટણ શહેરમાં શુક્રવારે આરોગ્યની ટીમો દ્વારા વિવિધ વિસ્તારોમાં ફરી પરિવારના સભ્યોના ટેસ્ટ સેમ્પલ લઇ તેનું ટેસ્ટિંગ કરવામાં આવ્યુ હતુ.
પાટણમાં રેપીડ એન્ટીજન કીટ દ્વારા ટેસ્ટ કરવાની કામગીરી શરૂ - કોરોનાવાઈરસ ન્યૂઝ
પાટણ શહેર સહિત જિલ્લામાં કોરોના સંક્રમણ ઉપર કાબુ મેળવવા હવે દરેક વ્યક્તિના નાકના ભાગેથી સેમ્પલ લઈ એન્ટીજન ટેસ્ટ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને તેના થકી પોઝિટિવ દર્દીઓને તાત્કાલીક સારવાર આપવામાં આવશે. પાટણ શહેરમાં શુક્રવારે આરોગ્યની ટીમો દ્વારા વિવિધ વિસ્તારોમાં ફરી પરિવારના સભ્યોના ટેસ્ટ સેમ્પલ લઇ તેનું ટેસ્ટિંગ કરવામાં આવ્યુ હતુ.
પાટણ શહેર સહિત જીલ્લામાં ઘાતક બનેલા કોરોના સંક્રમણને અટકાવવા અગાઉ આરોગ્ય વિભાગ દ્વારા 1 લી જુલાઇથી ધન્વંતરિ રથ કાર્યરત કરવામાં આવ્યા હતા. પાટણમા પણ 11 વૉર્ડ વિસ્તારોમાં અગિયાર રથો દ્વારા ઘરે બેઠા સારવાર આપવામાં આવે છે. દરમિયાન તાજેતરમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્ય પ્રધાનો સાથે ઓનલાઇન બેઠક કરી કોરોનાની સમીક્ષા કરી હતી. જેમાં ગુજરાતમાં ટેસ્ટિંગ વધારવા ટકોર કરી હતી. જેના પગલે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પ્રત્યેક વ્યક્તિના ટેસ્ટિંગ માટે નિર્ણય લેતાં પાટણ શહેર સહિત જીલ્લામાં પણ આ કામગીરી ઝડપી કરવામાં આવી છે.
પાટણ શહેરમાં આરોગ્યની ટીમો દ્વારા સરકારી વસાહત આર.કે મોજાની ફેક્ટરી તથા વિવિધ વિસ્તારોમાં ફરી નાકમાંથી ટેસ્ટ સેમ્પલો લઈ તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ ટેસ્ટિંગ દરમિયાન જે તે વ્યક્તિને કોરોના છે કે નહીં તેની તરત જ ખબર પડે છે.
કોવિડ19 રેપિડ એન્ટીજન કીટ દ્વારા થતા આ ટેસ્ટિંગને લઇ આગામી દિવસોમાં પાટણ શહેર સહિત જિલ્લામાં કોરોના સંક્રમણ ઉપર કાબુ મેળવવામાં સફળતા મળશે તેમ આરોગ્ય ખાતાના સૂત્રોએ જણાવ્યું હતું.