ગુજરાત

gujarat

ETV Bharat / state

પ્રેમ કરવાની તાલિબાની સજા: પાટણમાં પ્રેમી સાથે ભાગેલી યુવતીનું મ્હોં કાળુ કર્યુ, વાળ કાપ્યા અને માથે સગડી મૂકીને વસાહતમાં ફેરવી - તાલિબાની સજા

પાટણ જિલ્લાના હારિજ ખાતે આવેલી વાદી વસાહતમાં રહેતી એક યુવતી પોતાના પ્રેમી સાથે ભાગી જતા આગેવાનોએ તેણીને પકડી લાવી માથે મુંડન કરાવી મોઢા ઉપર કાળી મેસ લગાવીને કંતાનના કપડાં પહેરાવી માથે સળગતી સગડી મૂકી વસાહતમાં ફેરવી હતી. સભ્ય સમાજ અને માનવતાને શર્મસાર કરતા આ બનાવનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં ખળભળાટ મચ્યો છે. જોકે આ બનાવની જાણ થતાં ચોંકી ઉઠેલી પોલીસ હરકતમાં આવી છે અને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

પ્રેમ કરવાની તાલિબાની સજા: પાટણમાં પ્રેમી સાથે ભાગેલી યુવતીનું મ્હોં કાળુ કર્યુ
પ્રેમ કરવાની તાલિબાની સજા: પાટણમાં પ્રેમી સાથે ભાગેલી યુવતીનું મ્હોં કાળુ કર્યુ

By

Published : Nov 12, 2021, 10:10 PM IST

  • હારિજમાં સભ્ય સમાજને શર્માવતો વીડિયો થયો વાઇરલ
  • હારિજમાં યુવતીને પ્રેમ કરવાની મળી સજા
  • પ્રેમી સાથે ભાગેલી યુવતીનું સમાજના લોકોએ મોઢું કાળું કર્યું
  • ચાર દિવસ પહેલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ

પાટણ: રાજ્યમાં મહિલા સશક્તિકરણ અને બેટી બચાવો બેટી પઢાવો અભિયાન વચ્ચે યુવતીઓ ઉપર અત્યાચારના બનાવોમાં પણ દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ત્યારે પાટણ જિલ્લાના હારિજ ખાતે વાદી વસાહતમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. વાદી વસાહતની એક યુવતીને પ્રેમ થતાં યુવતી પ્રેમી સાથે ચાર દિવસ અગાઉ ભાગી ગઈ હતી. જે બાબતે સમાજના લોકો અને પરિવારજનોને જાણ થતાં આગેવાનોએ તેણીને પકડી લાવી સમાજના બંધારણનું ઉલ્લંઘન કરનારી યુવતીને કડકમાં કડક સજા આપવાનું નક્કી કર્યું હતું.

આસપાસમાં ઉભેલા લોકો પણ જોતા જ રહ્યા

યુવતીને માથે મુંડન કરાવીને મેસથી તેનું મોઢું કાળુ કરી તેણીના માથે સળગતી સગડી મૂકીને કંતાનના કપડાં પહેરાવી વસાહતમાં ફેરવી હતી. યુવતીનો આ કરૂણ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં ભારે ખળભળાટ મચ્યો છે. સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા વીડિયોમાં યુવતી રડતી જોવા મળી રહી છે. તેમ છતાં આજુબાજુમાં ટોળે વળીને ઉભેલા લોકો યુવતીને બચાવવાના બદલે અટ્ટહાસ્ય કરીને ચિચિયારીઓ પાડતાં જોવા મળી રહ્યા હતા. જે સભ્ય સમાજ માટે એક કરુણ બનાવ કહી શકાય તેમ છે.

પોલીસ વાદી વસાહતમાં તપાસ અર્થે પહોંચી

માનવતાને શર્મશાર કરતો યુવતીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં આ બનાવથી અજાણ પોલીસ ચોંકી ઉઠી હરકતમાં આવી છે અને ઘટનાના 4 દિવસ બાદ વાદી વસાહત ખાતે તાત્કાલિક તપાસ અર્થે દોડી ગઈ હતી. પોલીસ દ્વારા હાલમાં આ વાઇરલ વીડિયોના આધારે તપાસ કરવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details