ગુજરાત

gujarat

ETV Bharat / state

સુભાષચંદ્ર બોઝની જન્મજયંતીની ઉજવણી : ભાજપ નેતાઓએ ગૌરવ દિવસનું ગૌરવ ન જાળવ્યું, તો કોંગ્રેસ નેતાએ ભાંગરો વાટ્યો - Patan

સુભાષચંદ્ર બોઝની જન્મજયંતી નિમિત્તે પાટણમાં નગરપાલિકા તંત્ર વિવિધ રાજકીય પાર્ટીના આગેવાનો કાર્યકરો અને સામાજિક તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને માલ્યાર્પણ કરી નેતાજી અમર રહોના નારા લગાવી શ્રદ્ધાસુમન અર્પણ કર્યું હતું.

સુભાષચંદ્ર બોઝ
સુભાષચંદ્ર બોઝ

By

Published : Jan 23, 2021, 8:07 PM IST

  • પાટણમાં સુભાષચંદ્ર બોઝની જન્મજયંતીની ઉજવણી
  • નગરપાલિકાના ચીફ ઓફિસરે આપી પુષ્પાંજલિ
  • ભાજપના કાર્યકરોને માલ્યાર્પણ માટે વરિષ્ઠ નેતાઓની કલાક સુધી જોવી પડી રાહ
  • ધારાસભ્ય કિરીટ પટેલે આજે સુભાષચંદ્ર બોઝની 123મી જન્મજયંતી હોવાનું જણાવ્યું

પાટણ : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભારતની આઝાદીના લડવૈયા અને આઝાદ હિન્દ ફોજના સ્થાપક સુભાષચંદ્ર બોઝની જન્મજયંતીને પરાક્રમ ગૌરવ દિવસ તરીકે ઉજવવાનું જાહેર કર્યું છે. ત્યારે પાટણમાં ભાજપ દ્વારા સુભાષચંદ્ર બોઝની જન્મજયંતી નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ નવનિયુક્ત પ્રદેશ મહામંત્રી રજની પટેલ અને અમદાવાદ પશ્ચિમ સાંસદ ડૉ. કિરીટ સોલંકીની ઉપસ્થિતિમાં યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતુ, પરંતુ નવનિયુક્ત પ્રદેશ ભાજપ મહામંત્રી અને અમદાવાદ પશ્ચિમના સાંસદ કિરીટ સોલંકી સમયસર ન આવ્યા ન હતા. આ પ્રસંગે પાટણના ધારાસભ્યે આજે સુભાષચંદ્ર બોઝની 123મી જન્મજયંતી હોવાનું જણાવ્યું હતું.

ભાજપ નેતાઓએ ગૌરવ દિવસનું ગૌરવ ન જાળવ્યું, તો કોંગ્રેસ નેતાએ ભાંગરો વાટ્યો

ભાજપના નેતા પરાક્રમ ગૌરવ દિવસનું ગૌરવ ન જાળવી શક્યા

નિર્ધારિત સમય કરતાં એક કલાક સુધી બન્ને મહાનુભાવો નહીં આવતા ભાજપના આગેવાનો કાર્યકરો કંટાળ્યા હતા. જેમાંથી કેટલાકે ઘરની વાટ પકડી હતી. પ્રદેશ ભાજપ મહામંત્રી અને અમદાવાદ પશ્ચિમના સાંસદ સમયસર હાજર નહીં રહેવાનો મુદ્દો શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. ભાજપના કેટલાક કાર્યકરો એવો ગણગણાટ પણ કરતા હતા કે, દેશની મહાન વિભૂતિ એવા સુભાષચંદ્ર બોઝની જન્મજયંતી નિમિત્તે વડાપ્રધાન દ્વારા જાહેર કરાયેલા પરાક્રમ ગૌરવ દિવસનું આ બન્ને નેતાઓ ગૌરવ જાળવી શક્યા નથી, તો આવનારી ચૂંટણીઓમાં કાર્યકરોનું સંકલન કરી કઈ રીતે ચૂંટણીઓ જીતી શકશે.

ભાજપ નેતાઓએ ગૌરવ દિવસનું ગૌરવ ન જાળવ્યું

મહાન વિભૂતિઓના સિદ્ધાંતોનું ભાજપ અનુકરણ કરવા અનુરોધ

પાટણના કોંગ્રેસ ધારાસભ્ય સહિત આગેવાનો કાર્યકરોએ સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. આ પ્રસંગે ડૉ. કિરીટ પટેલે જણાવ્યું હતું કે, અત્યારે સુભાષચંદ્ર બોઝ જ સરદાર પટેલ, ગાંધી અને આંબેડકરના નામે ભાજપ રાજનીતિ કરી રહ્યું છે. ત્યારે આવી મહાન વિભૂતિઓના સિદ્ધાંતોનું ભાજપ અનુસરણ કરે તેવો અનુરોધ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details