ગુજરાત

gujarat

ETV Bharat / state

કુપોષણ દુર કરવા રાજ્ય સરકારે હાથ ધર્યું 'પોષણ અભિયાન' - Nutrition campaign

પાટણમાં નગરપાલિકા કક્ષાનો પોષણ અભિયાન કાર્યક્રમ યુનિવર્સિટીના રંગભવન ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી કે. સી. પટેલ અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમમાં હાજર રહેલા મહાનુભાવોએ કુપોષણ દૂર કરવા માટેનું માર્ગદર્શન આપ્યું હતું.

Nutrition Campaign
પોષણ અભિયાન કાર્યક્રમ

By

Published : Feb 1, 2020, 8:59 PM IST

પાટણ: રાજ્યમાંથી કુપોષણ દૂર કરવા માટે સરકારે પોષણ અભિયાન હાથ ધર્યુ છે. જે અંતર્ગત રાજ્યના બાળકોને કુપોષણમાંથી બહાર લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે પાટણમાં યોજાયેલા નગરપાલિકા કક્ષાના પોષણ અભિયાન કાર્યક્રમની શરૂઆત પોષણ આરતીથી કરવામાં આવી હતી. ત્યારબાદ બાળકોને અન્નપ્રાસનવિધિ કરાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં 1થી 6 માસની બાળકીઓને બેબી કીટ અને વ્હાલી દીકરી યોજના અંતર્ગત માતાઓને હુકમ પાત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કુપોષણ દુર કરવા રાજ્ય સરકારે હાથ ધર્યું "પોષણ અભિયાન"

ABOUT THE AUTHOR

...view details