- ભાજપ કાર્યાલય ખાતે આમરણાંત ઉપવાસ શરૂ કર્યા
- પાટણના પૂર્વ સાંસદ મહેશભાઈ કનોડિયાના PA રહી ચુક્યા છે રુદ્ર દત્ત રાવલ
- ભાજપના જૂના કાર્યકર ઉપવાસ ઉપર ઉતરતા રાજકીય વર્તુળોમાં ઓહાપોહ મચી
પાટણ: ભાજપમાં છેલ્લા કેટલાય વર્ષોથી સક્રિય જુના કાર્યકરની સતત અવગણના કરવામાં આવતા શનિવારે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સંનિષ્ઠ કાર્યકર આમરણાંત ઉપવાસ પર ઉતર્યા હતા. જેને લઇને રાજકીય વર્તુળોમાં ભારે ઓહાપોહ મચી ગયો હતો. આ અંગેની જાણ ભાજપના સ્થાનિક આગેવાનોને થતાં તેઓ કાર્યાલય ખાતે દોડી આવ્યા હતા અને કાર્યકર સાથે વાતચીત કરી સમજાવટને અંતે પારણા કરાવ્યા હતા.
વર્તમાન પદાધિકારીઓ દ્વારા અવગણના કરવામાં આવતી હતી
પાટણ ભાજપમાં વર્ષોથી અદના કાર્યકર તરીકે કાર્યરત અને પાટણના પૂર્વ સાંસદ મહેશ કનોડિયાના તરીકે ફરજ બજાવી ચૂકેલા તેમજ લોકસભા વિધાનસભા અને નગરપાલિકાઓની ચૂંટણી કાર્યાલય પ્રધાન તરીકેની જવાબદારી નિભાવી ચૂકેલા રુદ્ર દત્ત રાવલની ભાજપના વર્તમાન પદાધિકારીઓ દ્વારા સતત અવગણના કરવામાં આવતી હતી. તેઓએ પક્ષ પ્રત્યે બતાવેલી નિષ્ઠાનું કોઈ યોગદાન ન હોય તેમ વર્તમાન પદાધિકારીઓ દ્વારા અવગણના કરવામાં આવતી હતી.
બાયોડેટા સાથે લેખિતમાં હોદ્દેદારોને રજૂઆત