પાટણના સિદ્ધપુરમાં શનિવારે CAA અને NRCના વિરોધમાં મુસ્લિમ સમાજ અને જમિયત ઉલેમા એ હિન્દ દ્વારા બંધનું એલાન કરવામાં આવતા સિદ્ધપુરના ઝાંપલીપોળ, તાહેરપુરા, પોલીસ લાઈન, હોસ્પિટલ રોડ, ટાવર બજાર, જુના સિનેમા રોડ, હાઈવે સહિતના વગેરે વિસ્તારો શાંતી પૂર્ણ માહોલમાં મુસ્લિમ સમાજના વેપારીઓ પોતપોતાના ધંધા રોજગાર બંધ રાખી વિરોધમાં જોડાયા હતા.
CAAનો ઉગ્ર વિરોધ: સિદ્ધપુરમાં બંધનું એલાન
પાટણ: નાગરકિતા સંશોધન બિલ લોકસભામાં અને રાજ્યસભામાં પાસ થયા બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બિલને મંજૂરી આપી હતી. જે બાદ આ બિલ કાયદો બની ગયું છે. CAAનો દેશવ્યાપી ઉગ્ર વિરોધ થઇ રહ્યો છે. સિદ્ધપુરમાં જમીયતે ઉલેમા એ હિન્દ મુસ્લિમ સમાજ દ્વારા બંધનું એલાન આપી મામલતદારને આવેદન પત્ર આપી કાયદો રદ કરવાની માગ કરી હતી.
બંધનું એલાન
CAAનો દેશણાં ઉગ્ર વિરોધ થઇ રહ્યો છે. આંદોલન હિંસક થઈ રહ્યાં છે, ત્યારે સિદ્ધપુર મુસ્લિમ સમાજે શાંતી પૂર્ણ બંધ પાળીને સમગ્ર દેશમાં શાંતિ જાળવવા ઉદાહરણ પૂરું પાડ્યું હતું. મુસ્લિમ આગેવાનોએ પોલીસ વડાને ફૂલનું બુકે આપી સ્વાગત કર્યું હતું અને બાદમાં મામલતદાર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર આપ્યું હતું. બંધના એલાનના પગલે સમગ્ર સિદ્ધપુર શહેરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. કોઈ અરાજકતા ન ફેલાય તે માટેના પ્રયત્નો હાથ ધર્યા હતા.