ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણમાં કોરોના દર્દીઓની સંખ્યા વધતા સરકારી હોસ્પિટલોમાં બેડની સર્જાઈ અછત - હોસ્પિટલ

પાટણ શહેર સહિત જિલ્લામાં કોરોના વિસ્ફોટની સ્થિતિ વધુ ઘાતક બની રહી છે. છેલ્લા દસ દિવસથી પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જિલ્લાવાસીઓના આરોગ્યની સુખાકારી માટે કરોડો રૂપિયાના ખર્ચે બનેલી ધારપુર સિવિલ હોસ્પિટલમાં કોવિડ સેન્ટરના તમામ બેડ ભરાઈ જતાં પરિસ્થિતિ કફોડી બની છે તો બીજી તરફ શહેરની મધ્યમાં આવેલી જનરલ હોસ્પિટલમાં પણ તમામ બેડ કોરોના પોઝિટિવ દર્દીઓથી ભરાઈ જતાં હવે વધુ કેસો આવે તો તેમને ક્યાં રાખવા તેને લઇને તંત્ર માટે મુશ્કેલી ઉભી થઈ છે.

ધારપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ થવા દર્દીઓ લાઈનમાં
ધારપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ થવા દર્દીઓ લાઈનમાં

By

Published : Apr 15, 2021, 7:41 PM IST

  • પાટણમાં કોરોનાનું રોદ્ર સ્વરૂપ
  • ધારપુર કોવિડ હોસ્પિટલના 220 બેડની સામે 230 દર્દીઓ દાખલ
  • ધારપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ થવા દર્દીઓ લાઈનમાં
  • વધતા જતા કેસોને લઇને તંત્રની ચિંતામાં થયો વધારો

પાટણ:સરકાર દ્વારા પાટણ નજીક ધારપુર ખાતે કરોડો રૂપિયાના ખર્ચે અદ્યતન સુવિધાઓ સાથેની હોસ્પિટલ બનાવવામાં આવી છે પરંતુ કોરોનાની મહામારીમાં કરોડો રૂપિયાની આ હોસ્પિટલ વામણી સાબિત થઇ રહી છે. આરોગ્યતંત્ર દ્વારા કોરોના મહામારીને લઇ દર્દીઓ માટે અગાઉ 160 બેડની વ્યવસ્થા કરવામાં આવી હતી. દર્દીઓની સંખ્યા વધતા દર્દીઓ માટે વધારાના 60 બેડની વ્યવસ્થા ઊભી કરી દર્દીઓ માટે કુલ 220 પથારીઓની વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ હાલમાં રેકોર્ડ બ્રેક રીતે કોરોના કેસો વધતાં ધારપુર સિવિલ હોસ્પિટલની તમામ પથારીઓ ફૂલ થઇ ગઇ છે અને 230 દર્દીઓ હાલમાં સારવાર હેઠળ દાખલ થયા છે.

ધારપુર કોવિડ હોસ્પિટલના 220 બેડની સામે 230 દર્દીઓ દાખલ

આ પણ વાંચો:મહેસાણા જિલ્લામાં કોવિડ કેર સેન્ટર તેમજ જિલ્લામાં 1,300થી વધુ બેડ વધારાયા

પાટણની સિવિલ હોસ્પિટલમાં પણ 30 બેડ દર્દીઓથી ભરાઈ ગયા

હોસ્પિટલમાં બેડની અછત સર્જાતા દર્દીઓને હોસ્પિટલની લોબીમાં સારવાર અપાઈ રહી છે, તો કેટલાક દર્દીઓ દાખલ થવા માટે લાઇનમાં ઊભા છે. પાટણ શહેરની મધ્યમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં પણ કોવિડ સેન્ટરમાં 30 બેડ સંપૂર્ણ ભરાઇ ગયા છે.

આ પણ વાંચો:વડોદરાના અટલાદરામાં 500 બેડની કોવિડ હોસ્પિટલ ઊભી કરાઇ

ધારપુર હોસ્પિટલમાં નવા 60 બેડની વ્યવસ્થા શરૂ કરાઈ

સરકારી હોસ્પિટલમાં ઓક્સિજન તેમજ ઇન્જેક્શનની પૂરતી વ્યવસ્થા છે પણ બેડની અછત સર્જાઈ છે. અદ્યતન સુવિધા સાથેની સરકારી હોસ્પિટલમાં ઓક્સિજન, ઇન્જેક્શન અને દવાઓ પૂરતા પ્રમાણમાં છે, પરંતુ દર્દીઓને દાખલ કરવા માટે સેન્ટરોમાં પથારીઓની અછત ઊભી થઈ છે. આવી જ હાલત શહેરની ખાનગી હોસ્પિટલોમાં પણ સર્જાઈ છે. કોવિડ-19ના દર્દીઓની વધી રહેલી સંખ્યાને ધ્યાને રાખી આરોગ્યતંત્ર દ્વારા ધારપુર હોસ્પિટલમાં નવા 60 બેડની વ્યવસ્થા ઉભી કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details