- કોરોના મહામારીની અસર શિક્ષણ ક્ષેત્ર પર જોવા મળી
- પાટણ જિલ્લામા નવું શૈક્ષણિક સત્ર વિદ્યાર્થીઓ વગર શરૂ થયું
- સતત બીજા વર્ષે પણ વિદ્યાર્થીઓ વગર સરસ્વતી ધામો સૂમસામ બન્યા
- શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ અપાશે
પાટણ : કોરોના મહામારીને કારણે તમામ ધંધા-રોજગાર અને ઉદ્યોગ ક્ષેત્ર પર તેની માઠી અસર પડી છે. જેને લઇને અર્થ વ્યવસ્થા પણ ખોરવાઈ છે. શિક્ષણ જગત પર પણ કોરોનાની માઠી અસર થઇ છે. છેલ્લા બે વર્ષથી શિક્ષણ ધામોમાં વિદ્યાર્થીઓ આવી શકતા ન હોવાને કારણે તેમના અભ્યાસક્રમમાં પણ મોટી અસર થઈ છે. જો કે, સરકાર દ્વારા વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે ઓનલાઇન શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવી છે. ગત વર્ષે કોરોનાને કારણે મોટાભાગનું શિક્ષણ કાર્ય બંધ રહ્યું હતું. ચાલુ વર્ષે પણ કોરોનાની બીજી લહેર ઘાતક નીવડી છે.
ખાનગી અને સરકારી શાળાઓમાં સરકારના નિયમ મુજબ 100 ટકા સ્ટાફ હાજર થયો