ગુજરાત

gujarat

ETV Bharat / state

Patan Accident News: રક્ષાબંધનના દિવસે જ શંખેશ્વર હાઈવે રક્તરંજીત, ગમખ્વાર અકસ્માતમાં ત્રણ યુવકોના મૃત્યુ થયા

આજે વહેલી સવારે સમી-શંખેશ્વર હાઇવે રોડ પર આઈશર ટ્રક અને વેગનઆર કાર વચ્ચે ગમખબાર અકસ્માત થયો હતો. જેમાં વેગેનારમાં સવાર ત્રણેય યુવકોના ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા. પોલીસને ખબર મળતા જ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ગમખ્વાર અકસ્માતમાં 3 યુવકોના મૃત્યુ
ગમખ્વાર અકસ્માતમાં 3 યુવકોના મૃત્યુ

By ETV Bharat Gujarati Team

Published : Aug 30, 2023, 2:13 PM IST

Patan Accident News

પાટણઃ પાટણ શહેર સહિત જિલ્લાના હાઈવે ઉપર અવારનવાર અકસ્માતની ઘટનાઓ બને છે. વાહન ચાલકો પૂર ઝડપે અને ગફલતથી પોતાના વાહનો હંકારી અકસ્માતો સર્જે છે. જેમાં મહામૂલી જિંદગીઓ અકાળે મોતના ખપ્પરમાં હોમાઈ જાય છે. આવો જ ગમખ્વાર અકસ્માત વહેલી સવારે સમી-શંખેશ્વર રોડ પર બન્યો છે.

Patan Accident News

ચોટીલા જતાં યુવકોને નડયો અકસ્માતઃ રાધનપુરના સોનલનગર ખાતે રહેતા હસમુખભાઈ છગનભાઈ ઠક્કર, પીન્ટુભાઇ સોમાભાઈ રાવળ, દશરથભાઈ જેહાભાઇ રાવળ ત્રણ યુવાનો પૂનમ હોવાથી ચોટીલા જવા દર્શનાર્થે રવાના થયા હતા. આજે વહેલી સવારે વેગનઆર કાર નંબર Gj-6-cb-2593માં ચોટીલા ખાતે પૂનમ ભરવા જવા નીકળ્યા હતા. તેમની કાર સમીથી પાંચ કિલોમીટર દૂર શંખેશ્વર તરફ જવાના માર્ગ ઉપરથી પસાર થઈ રહી હતી ત્યારે હાઈવે પર Gj-36-V-2101 નંબરની આઈશર હાઈવે પર બેદરકારીપૂર્વક પાર્ક થયેલી હતી. આ ટ્રકની પાછળ પૂર ઝડપે આવી રહેલ વેગનઆર કાર ધડાકાભેર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો.

પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યોઃ કાર અને ટ્રક વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે કારના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. પરિણામે કારમાં સવાર ત્રણેય યુવકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજયા હતા. અકસ્માતને પગલે હાઈવે ઉપર લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા. સ્થાનિકોએ આ અંગે પોલીસને જાણ કરી હતી. સમી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી. મૃતદેહોને કારમાંથી બહાર કાઢી પંચનામું કરવામાં આવ્યું. ત્યારબાદ પીએમ માટે સમી રેફરલ હોસ્પિટલ ખાતે મૃતદેહો મોકલાયા હતા. પોલીસે આઈશર ટ્રક ચાલક સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

વહેલી સવારે અકસ્માતની માહિતી મળતા જ અમે ઘટના સ્થળે પહોંચ્યા હતા. ગંભીર ઈજાઓ થવાને કારણે ત્રણેય યુવકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. હાઇવે માર્ગ ઉપર બેદરકારી પૂર્વક ટ્રક પાર્ક કરવા બાબતે ટ્રક ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમા આ ટ્રકમાં રાધનપુરથી મેળાનો સામાન ભરીને રાજકોટ તરફ જતી હોવાનું સામે આવ્યું છે...જય કુમાર શુક્લ(PSI,સમી પોલીસ સ્ટેશન)

પરિવાર પર આભ તૂટી પડ્યુંઃઆ ગમખ્વાર અકસ્માતમાં ત્રણ નવયુવકોએ પોતાનો જીવ ખોયો છે. ભાઈ બહેનના પવિત્ર તહેવાર એવા રક્ષાબંધનની સવારે જ આ સમાચાર મળતા બહેનો પર વીજળી તૂટી પડી છે. પરિવારમાં માતમ છવાઈ ગયો છે જ્યારે સમગ્ર પંથકમાં શોકની અરેરાટી ફેલાઈ ગઈ છે.

  1. Ahmedabad Accidents : બાવળા બગોદરા અકસ્માતમાં વધુ બે મોત, ડ્રાઈવર અને એક મહિલાનું મોત, કુલ મૃત્યુંઆક 12 થયો
  2. Vadodara Accident News : પદમલા બ્રિજ પર ડમ્પર અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, 2 મોત

ABOUT THE AUTHOR

...view details