ગુજરાત

gujarat

ETV Bharat / state

Ranki vav Gujarat: પાટણની ઐતિહાસિક રાણકી વાવ ખાતે NDRFની ટીમ દ્વારા મોકડ્રીલ યોજાઈ હતી - Disaster Mamlatdar Raval

પાટણ પંથકમાં વિશ્વ પ્રસિદ્ધ રાણકી વાવ (World famous Ranki Vav) નિહાળવા આવેલા પ્રવાસીઓ જો કુદરતી આફત આવતા ફસાય તો તેની સામે NDRF (National Disaster Response Force) ટિમ અને વહીવટી તંત્રના અધિકારી અને કર્મચારીઓએ મોકડ્રીલ કાર્યક્રમ (Mockdrill program Training Programme) યોજાયો હતો. આ બચાવ કામગીરીને જોઈ પર્યટકોમાં કુતુહલ ફેલાયુ હતું.

Ranki vav Gujarat:  પાટણની ઐતિહાસિક રાણકી વાવ ખાતે NDRFની ટીમ દ્વારા મોકડ્રીલ યોજાઈ હતી
Ranki vav Gujarat: પાટણની ઐતિહાસિક રાણકી વાવ ખાતે NDRFની ટીમ દ્વારા મોકડ્રીલ યોજાઈ હતી

By

Published : Dec 29, 2021, 7:36 PM IST

પાટણ: દેશમાં આવેલા ઐતિહાસિક સ્મારકોની (Historical monuments Of India) દિનપ્રતિદિન હજારો પ્રવાસીઓ મુલાકાત લેતા હોય છે. આવા સમયે કોઇ કુદરતી આપત્તિ સર્જાય તો આ પ્રવાસીઓ માટે કઈ રીતે બચાવ કામગીરી કરી શકાય તે માટે એનડીઆરએફના જવાનોના સહયોગથી જે તે સ્મારકો ખાતે સ્થાનિક વહીવટી ટીમને સાથે રાખી ભારત સરકાર દ્વારા મોકડ્રિલના કાર્યક્રમો (Mockdrill program Training Programme) યોજવામાં આવી રહ્યા છે.

Ranki vav Gujarat: પાટણની ઐતિહાસિક રાણકી વાવ ખાતે NDRFની ટીમ દ્વારા મોકડ્રીલ યોજાઈ હતી

એનડીઆરએફની બચાવ કામગીરીને જોઈ પર્યટકોમા કુતુહલ ફેલાયુ

તેને અનુલક્ષીને આજે બુધવારના સવારના સમયે પાટણ પંથકમાં ભૂકંપ આવતાં વિશ્વ પ્રસિધ્ધ રાણકી વાવમાં (World famous Ranki Vav) 300 જેટલા પ્રવાસીઓ ફસાઇ ગયાં હતા. આ સમાચારની જાણકારી લાગતા-વળગતા અધિકારીઓને આપવામાં આવી હતી. જેને લઇ જિલ્લા વહીવટીતંત્રની ટીમો, એનડીઆરએફ, ફાયર સહિતની ટીમો દોડી આવી હતી અને એનડીઆરએફના તાલીમ બઘ્ધ જવાનોએ ફસાયેલા તમામ પ્રવાસીઓને કઈ રીતે બહાર કાઢી શકાય અને આવા સમયે કઈ રીતે ઝડપથી બચાવ રાહત કામગીરી કરી શકાય તેની સમજ સાથે પ્રત્યક્ષ નિદર્શન કરી બતાવ્યું હતું.

જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસના સહયોગથી કાર્યક્રમનું કરાયું આયોજન

પાટણની રાણકી વાવમાં એનડીઆરએફના જવાનો દ્વારા ભૂકંપ સમયે ઐતિહાસીક સ્મારકોમાં ફસાયેલા પ્રવાસીઓને બચાવવા માટેની કામગીરીનો પ્રત્યક્ષ નિદર્શન જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્યની ટીમને સાથે રાખીને કરવામાં આવ્યું હતું. મોકડ્રીલ એનડીઆરએફના ડેપ્યુટી કમાન્ડન્ટ રણવિજય સિંહના માર્ગદર્શન હેઠળ ઇન્સ્પેક્ટર લખન અને ઇન્સ્પેકટર બલજીતસિંહની ટીમ આ પ્રસંગેપાટણ મામલતદાર રશ્મી પટેલ (Patan Mamlatdar Rashmi Patel) તેમજ ડિઝાસ્ટર મામલતદાર રાવલ (Disaster Mamlatdar Raval) ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો:

વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળ્યા પછી પાટણની રાણીની વાવ ખાતે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરાયું

ઐતિહાસિક રાણીની વાવમાં પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો

ABOUT THE AUTHOR

...view details