પાટણઃ શહેરમાં અષાઢીબીજે નીકળતી ભગવાન જગન્નાથની ઐતિહાસિક 138મી રથયાત્રાને લઈને મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. રથયાત્રામાં હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે તૈયારીઓને આખરી ઓપ આપવા વિવિધ કામગીરી હાથ ધરાઇ છે. જેમાં ભગવાનના મંદિરના અંદરના ગર્ભગૃહની સાફ-સફાઈ અને કલર કામ હાથ ધરવામાં આવ્યું છે. તેમજ મંદિરના બારણા અને રંગમંડપની સાફ સફાઈ હાથ પણ કરવામાં આવી રહી છે. તેમજ ભગવાનના ત્રણેય રથોની સફાઈની કામગીરી પુરજોશમા કરવામાં આવી રહી છે. ચાલુ વર્ષે સમય સંજોગોને અનુલક્ષીને પરંપરાગત રીતે નીકળતી રથયાત્રાનું આયોજન બદલવામાં આવ્યુ છે. જે અગાઉના વર્ષોમાં 7 કિલોમીટરનો રૂટ હતો, તે હવે ઘટાડીને ત્રણ કિલો મીટરનો રૂટ કરવામાં આવ્યો છે. રથયાત્રાની આગળ એક નિશાન ડંકો, ભગવાનના ત્રણ રથ અને એક બેન્ડ રહેશે. આ સિવાય અન્ય કોઈ ઝાંખીઓ કે પ્રસાદ રાખવામાં આવ્યા નથી.
પાટણમાં ભગવાન જગન્નાથની 138મી રથયાત્રાની તૈયારીઓ શરૂ - ગુજરાત જગન્નાથ રથયાત્રા
પાટણ શહેરમાં દર વર્ષે અષાઢી બીજે નીકળતી ભગવાન જગન્નાથની ઐતિહાસિક રથયાત્રા અંતર્ગત ચાલુ વર્ષે નીકળનારી 138મી રથયાત્રાને અનુલક્ષીને મંદિર ટ્રસ્ટ દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. પ્રવર્તમાન કોરોનાની વૈશ્વિક મહામારીને ધ્યાનમાં લઈને મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા પરંપરાગત રીતે ધામધૂમથી રથયાત્રા યોજવાના બદલે ચાલુ વર્ષે સાદગીમય રીતે યોજાશે.
પાટણમાં ભગવાન જગન્નાથની 138મી રથયાત્રાની તૈયારીઓ શરૂ
આમ બપોરે 12ઃ39 કલાકે ત્રણેય મૂર્તિઓને વિધિવત રીતે રથોમાં પધરાવી આરતી કરવામાં આવશે. ત્યાર બાદ બપોરે 2:00 વાગે રથયાત્રાનું નિજ મંદિરેથી પ્રસ્થાન કરવામાં આવશે, જે શહેરના નિયત કરેલા વિવિધ માર્ગો ઉપર ફરી સમયસર જગન્નાથના મંદિરે પરત ફરશે.