પાટણઃ ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ પૂરજોશમાં ભગવાનની ધાર્મિક વિધિ શરૂ કરવામાં આવી છે. શહેરના જગન્નાથ મંદિર ખાતે ભગવાન જગન્નાથના ભાઈ બલભદ્રની તબિયત નાદુરસ્ત હોવાનો ભાવ વ્યક્ત કરી ભગવાનને આંખો આવી હોય તેવા ભાવથી ભગવાનને આંખે પાટા બાંધવામાં આવે છે.
પાટણમાં રથયાત્રાની તડામાર તૈયારી, ભગવાન જગન્નાથજીને આંખે પાટા બાંધવામાં આવ્યા - રથયાત્રાની તડામાર તૈયારી
રથયાત્રાને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે, ત્યારે પાટણ શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ પૂરજોશમાં ભગવાનની ધાર્મિક વિધિ શરૂ કરવામાં આવી છે. જગન્નાથ મંદિર ખાતે ભગવાન જગન્નાથના ભાઈ બલભદ્રની તબિયત નાદુરસ્ત હોવાનો ભાવ વ્યક્ત કરી ભગવાનને આંખો આવી હોય તેવા ભાવથી ભગવાનને આંખે પાટા બાંધવામાં આવ્યા છે.
પાટણ
જગન્નાથ મંદિર ખાતે વિધિવત રીતે શનિવારે વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાનના દિવ્યનેત્રો ખોલવામાં આવશે, ત્યારે જગતનો નાથ પોતાની દ્રષ્ટિ ભક્તો ઉપર પાથરશે. એક માન્યતા એવી પણ છે કે, ભગવાનના પાટા ખોલ્યા બાદ તેમની પ્રથમ દૃષ્ટિ જે કોઈ પર પડે તેના તમામ દુઃખ દર્દો દૂર થાય છે.