● સિદ્ધપુર પોલીસે ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલ્યો
● GIDCમાંથી તસ્કરોએ જીરુ,રાજગરો તેમજ સરસવની 242 બોરીઓની કરી હતી ચોરી
● ચોરીને અંજામ આપતા પાંચ વ્યક્તિઓને પોલીસે ઝડપ્યા
સિધ્ધપુર : GIDC પ્લોટ નંબર 197માં જીઓ ફેશન કંપનીના ગોડાઉનમાં ગત તારીખ 1 માર્ચ થી 10 મે 2021સુધીના સમયગાળા દરમિયાન અજાણ્યા તસ્કરોએ ગોડાઉનમાં પ્રવેશ કરી જીરાની 50 બોરી કિંમત રૂપિયા 4,12,500,રાજગરાની 150 બોરી કિંમત રૂ.4,12,500 તથા 42 બોરી સરસવ કિંમત રૂ.1,57,500 મળી કુલ રૂપિયા 9,82,500ના મુદ્દામાલની ચોરી કરી હતી.
કંપનીના કર્મચારીઓની સંડોવણી
આ બાબતે ગોડાઉનના મેનેજરે સિદ્ધપુર પોલીસ મથકે 11 મેના રોજ ફરિયાદ નોંધાતા જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણા અને સિધ્ધપુર DYSP સી.એલ.સોલંકીના માર્ગદર્શન હેઠળ PI ગોસાઈએ અલગ અલગ ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કરતા આ ચોરીમાં જીયો ફેશ કંપનીમાં કામ કરતા કર્મચારીઓની સંડોવણી હોવાની ખાનગી રાહે બાતમી મળતાં પોલીસે તેઓને ઝડપી સઘન પૂછપરછ કરતા ચોરીની કબૂલાત કરતાં પોલીસે તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે.
સિદ્ધપુરમાં GIDCમાં થયેલી ચોરીનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલ્યો આ પણ વાંચો : દ્વારકા પોલીસે પ્રખ્યાત ગેંગના ઘરફોડ ચોરી કરનારા 3 શખ્સોની કરી ધરપકડ
પકડાયેલ આરોપી
1 મૌલિક બાબુજી રાણા, રહે. ગણેશપુરા તા. સિદ્ધપુર,જિયો ફેશ કંપનીનો કર્મચારી
2 મૌલિક નવીનચંદ્ર કચરાલાલ ધોબી, રહે.મકતુપુર તા.ઉંઝ, જિયો ફેશ કંપનીનો કર્મચારી
3 દર્શનજી વજાજી રાજપુત, રહે.શિહી તા. ઊંઝા
4 કેસર સી ઉર્ફે ગફૂર પહાડજી રાજપુત, રહે.શિહી તા.ઊંઝા
5 વિષ્ણુજી નટવરજી મફાજી રાજપૂત, રહે સિધ્ધપુર સાનિધ્ય બંગલોઝ