- પાટણમાં પોલીસ કર્મચારીઓ હાઇવે પર ચક્કાજામ કર્યો
- પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાઈવે ઉપર દોડી આવ્યા
- પોલીસ કર્મચારીઓને સમજાવી હાઇવે ખુલ્લો કરાયો
પાટણ : ગ્રેડ-પે ના મુદ્દે પાટણમાં આંદોલન વેગવંતુ બન્યું છે આજે મંગળવારે બપોરે પોલીસ પરિવારની મહિલાઓએ થાળી વેલણ સાથે ઘંટરાવ કરી ધરણા યોજી ગ્રેડ-પે વધારાની માગણીને બુલંદ કરી હતી. ત્યારબાદ રાત્રીના ૯ વાગ્યે પાટણ શહેરનાં પોલીસ કર્મચારીઓ અને મહિલાઓ નવજીવન ચાર રસ્તા ઉપર મોટીસંખ્યામાં એકઠા થઇ ધરણા પર બેસી જઇ હાઇવે ચકકાજામ કર્યો હતો.
પોલીસનાં ઉચ્ચ અધિકારીઓએ આવી કર્મચારીઓને સમજાવી ટ્રાફિક ખુલ્લો કર્યો હતો.
અડધી કલાક સુધી હાઇવે પર ચક્કાજામ રહ્યો