સુરતના વરાછા વિસ્તારમાં આવેલા તક્ષશીલા આર્કેડમાં ચાલતા ટ્યુશન કલાસીસમાં શુક્રવારના રોજ ભીષણ આગ લાગી હતી. આ આગમાં 23 વિધાર્થીઓના મોત થતાં સમગ્ર રાજ્યમાં આ ઘટનાથી અરેરાટી સર્જાઈ છે. તો બીજી તરફ વહીવટી તંત્ર સામે પણ અનેક સવાલો ઉભા થયા છે.
સુરત અગ્નિકાંડમાં હોમાયેલી 23 જીંદગીઓને પાટણવાસીઓએ અર્પી શ્રદ્ધાંજલિ - tribute
પાટણ: સુરતના ટ્યુશન કલાસીસમાં ભીષણ આગમાં મૃત્યુ પામેલા વિધાર્થીઓને પાટણમાં રાજકીય અને સામાજિક આગેવાનોએ કેન્ડલ માર્ચ કરી શ્રધ્ધાંજલિ આપી હતી. સુરતમાં બનેલી ઘટના મામલે વહીવટી તંત્ર સામે પણ અનેક સવાલો ઉભા થયા છે.
સ્પોટ ફોટો
સમગ્ર રાજ્યમાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે ત્યારે પાટણમાં પણ રવિવારે સાંજે ભાજપ, કોંગ્રેસ અને સેવાભાવી સંસ્થાઓ અને નાગરિકોએ મૃત્યુ પામેલા વિધાર્થીઓને કેન્ડલ પ્રગટાવી મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી હતી.