પાટણ પાલિકાએ ચોમાસા માટે પ્રિ-મોન્સુન કામગીરી હાથ ધરી - patna municipal corporation
પાટણ: નગરપાલિકા દ્વારા અગામી ચોમાસાને ધ્યાને લઈ પ્રિ-મોન્સુન પ્લાનની તૈયારીઓ હાથ ધરાઈ છે. શહેરમાં આવેલ પીતાંબર તળાવ કે, જેનું વર્ષો થી ખોદકામ ન થવાથી દર વર્ષે વરસાદ બાદ શહેરનું પાણી તળાવમાં ઠલવાતા તળાવ ઓવરફ્લો થઇ જતું હતું. જેના કારણે પીતાંબર તળાવ નીજીક આવેલ રોહિત નગર, PTC કોલેજ સહીત અન્ય સોસાયટીઓમાં પાણી ઘુસી જતા હતું. જેથી સ્થાનિક લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવતો હતો.
સ્પોટ ફોટો
પાટણ નગરપાલિકા દ્વારા હાલમાં તળાવ ઊંડું કરવાની કામગીરી હાથ ધરી છે. વરસાદ પહેલા જ તળાવનું ખોદકામ પૂર્ણ કરી આ વિસ્તારના લોકોને ચોમાસામાં સર્જાતી પાણી ભરાવાની સમસ્યાથી છુટકારો મળે તે દિશામાં કામગીરી હાથ ધરવામાં આવી છે.