- ધારપુર સિવિલ દાખલ થવા દર્દીઓ લાઈનમાં
- હોસ્પિટલ કેમ્પસમાં એમ્બ્યુલન્સની લાંબી લાઈનો લાગી
- હોસ્પિટલના તમામ બેડ ફુલ થતાં દર્દીઓને કલાકો સુધી રાહ જોવાની ફરજ પડી
પાટણ: જિલ્લામાં કોરોનાએ ભારે હાહાકાર મચાવી કાળો કેર વર્તાવ્યો છે. એના વરવા દ્રશ્યો સતત ત્રીજા દિવસે પણ ધારપુર ખાતેની સિવિલ હોસ્પિટલમાં જોવા મળ્યા હતા. ધારપુર સિવિલ હોસ્પિટલના કોવિડ વિભાગના કેમ્પસમા 108 સહિત ખાનગી એમ્બ્યુલન્સની લાઈનો લાગી હતી. દર્દીના સગાઓ પોતાના પરિવારના સદસ્યોને બચાવવા આકુળ-વ્યાકુળ બન્યા હતા ત્યારે જિલ્લામાં ઊભી થયેલી કોરોનાની વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા સરકારી તંત્ર પાંગળુ સાબિત થઇ રહ્યું છે.
ધારપુર સિવિલ હોસ્પિટલમાં સતત ત્રીજા દિવસે પણ દર્દીઓનો ધસારો: 100નુ વેઈટિંગ એમ્બ્યુલન્સની લાગી લાઈન
પાટણ જિલ્લામાં કોરોનાની બીજી લહેર અતિ ઘાતક સાબિત થઇ રહી છે. રોજેરોજ પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે ત્યારે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વધી રહેલા કોરોના કેસો સામે પૂરતા પ્રમાણમાં બેડની વ્યવસ્થા નથી કરવામાં આવી. ધારપુર સિવિલ હોસ્પિટલમાં બનાવેલી કોવિડ 19 સ્પેશ્યલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી દર્દીઓની સંખ્યા વધી રહી હોવાથી અહીંના 250 જેટલા તમામ બેડ ભરાઈ ગયા હોવાથી અન્ય દર્દીઓને સમાવવાની ક્ષમતા રહી નથી કોરોના ગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં વધારો થવાથી અહીં બેડ ઉપરાંત ઓક્સિજનનો વપરાશ પણ વધ્યો છે. ધારપુર હોસ્પિટલમાં તમામ બેડ દર્દીઓથી ભરાઈ જતાં રવિવારે હોસ્પિટલ બહાર 108 સહિત અન્ય ખાનગી વાહનોની લાંબી કતારો લાગી હતી અને 100થી વધુ દર્દીઓનુ વેઈટિંગ લિસ્ટ બન્યું હતું. અને દર્દીઓને એમ્બ્યુલન્સમાજ સારવાર માટે કલાકો સુધી રાહ જોવાની ફરજ પડી હતી.
ધારપુર સિવિલ હોસ્પિટલમાં સતત ત્રીજા દિવસે પણ દર્દીઓનો ધસારો: 100નુ વેઈટિંગ આ પણ વાંચો :પાટણની ધારપુર હોસ્પિટલની બહાર 100થી વધુ દર્દીઓની સારવાર માટે કતાર
નવા 215 બેડ ઓક્સિજનના અભાવે શોભાના ગાંઠિયા સમાન બન્યા
ધારપુર સિવિલ હોસ્પિટલના કોમ્યુનિટી હોલમાં 125 બેડ તેમજ હોસ્પિટલના બીજા ડિપાર્ટમેન્ટ ખાલી કરીને તૈયાર કરાયેલ 90 બેડ મળી નવા 215 બેડ ઉભા કરવામાં આવ્યા છે પરંતુ ઓક્સિજન ના અભાવે આ વ્યવસ્થા શોભાના ગાંઠિયા સમાન બની રહી છે.