ગુજરાત

gujarat

ETV Bharat / state

Patan Suicide Case: ધારપુર હોસ્પિટલમાં નોકરી કરતા યુવકને છૂટો કરતા આત્મહત્યા કરી - Patan suicide

ધારપુર સિવિલ હોસ્પિટલમાં આઉટસોર્સિંગમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવનાર યુવકને નોકરીમાંથી છૂટા કરતા બેરોજગાર બનેલા યુવકે ધારપુર હોસ્પિટલમાં જ આત્મહત્યા  કરીને  જીવન ટૂંકાવતા પરિવારજનોમાં શોક છવાઈ ગયો હતો. પરિવારજનોએ એજન્સીના સંચાલક સામે ન્યાયની માંગ કરી છે.

ધારપુર હોસ્પિટલમાં નોકરી કરતા યુવકને છૂટો કરતા આત્મહત્યા કરી
ધારપુર હોસ્પિટલમાં નોકરી કરતા યુવકને છૂટો કરતા આત્મહત્યા કરી

By

Published : May 20, 2023, 9:53 AM IST

ધારપુર હોસ્પિટલમાં નોકરી કરતા યુવકને છૂટો કરતા આત્મહત્યા કરી

પાટણ:સમગ્ર રાજ્યમાં સરકારી કચેરીઓમાં અને હોસ્પિટલોમાં આઉટસોર્સિંગથી કર્મચારીઓની ભરતી કરવામાં આવે છે. જેમાં એજન્સીના સંચાલક દ્વારા કર્મચારીઓને આર્થિક અને માનસિક રીતે શોષણ કરવામાં આવે છે. કોઈપણ કારણ વગર કર્મચારીઓને ગમે ત્યારે છુટા કરવામાં આવે છે જેથી આવા કર્મચારીઓ બેરોજગાર બને છે. અન્ય કોઈ જગ્યાએ રોજગારી ન મળતા તેઓ આર્થિક રીતે પડી ભાગે છે. પોતાની જિંદગી ટૂંકાવી દે છે. ત્યારે આવો જ એક કિસ્સો પાટણની ધારપુર હોસ્પિટલમાં બનવા પામ્યો છે.

યુવાને જીવન ટૂંકાવ્યું: પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ઇટોદા ગામનો વાલ્મિકી સમાજનો યુવાન વિક્રમભાઈ પાટણની ધારપુર મેડિકલ હોસ્પિટલમાં આઉટસોર્સિંગમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતો હતો બે મહિના પહેલા એજન્સીના સંચાલક દ્વારા કોઈપણ કારણ વગર આ યુવાનને નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યો હતો. જેથી રોજગારીની તલાશમાં યુવક આમતેમ ભટકતો રહેતો હતો. આજે તેણે ધારપુર સિવિલ હોસ્પિટલમાં જ આત્મહત્યા કરી હતી. યુવકની તબિયત લથડતા તેને ધારપુર સિવિલ હોસ્પિટલમાં જ સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થતાં પરિવારજનોમાં શોકની કાલીમાં છવાઈ હતી.

"સમગ્ર રાજ્યમાં આઉટસોર્સિંગ કંપની દ્વારા કર્મચારીઓનું શોષણ કરવામાં આવે છે. કર્મચારીઓ પાસેથી વધુ કામ કરાવી વેતન ઓછું આપવામાં આવે છે. ધારપુરશીલ હોસ્પિટલમાં પણ કર્મચારીઓના શોષણ અંગે મને જાણકારી મળી હતી જે બાબતે મેં સંકલન સમિતિમાં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો"-- કિરીટ પટેલ (ધારાસભ્ય)

આત્મહત્યાના કેસમાં વધારો: સતત આત્મહત્યાના કેસમાં વધારો થઇ રહ્યો છે.પરંતુ આત્મહત્યાના કેસમાં વધારો તે બેરોજગાર હોવાના કારણે વધારો તો નથી ને.. ગુજરાતમાં સાત કરોડ વસ્તી છે. જેમાં યુવાનો નોકરી માટે ફાફા મારી રહ્યા છે. જેમાં નથી સરકાર નો સાથ કે નથી પરિવારની સમજણ જેના કારણે યુવાનો આ બન્ને વચ્ચે કંટાળીને આત્મહત્યાનો રસ્તો અપાનાવી લેતા હોય છે. આજે આ જુવાના જોધ દિકરો જેના ઘરમાંથી મા-બાપ જીવતા હોય જાઇ તેને ખબર હોય તેની વ્યથા. પરંતુ કોઇ કર્મચારી પર એવો ત્રાસ ના આપવો જોઇએ કે એને એક જ રસ્તો જ દેખાઇ જે આત્મહત્યાનો હોય. હાલ તો આ યુવાના પરિવારમાં આફત આવી છે.

  1. Patan News: બે દિવસથી વોટર સપ્લાય હતી બંધ, ખોદકામ કરતા મળ્યો અજાણી વ્યક્તિનો મૃતદેહ
  2. Patan News : પાટણ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણમાં 25 પ્રશ્નો ઉકેલાયા, અરજદારોએ શું કહ્યું જૂઓ
  3. Patan Crime: ટ્રેકટર છોડવવાના કેસમાં પોલીસ કર્મી અને વચેટીયો લાંચ લેતા ઝડપાયા

ABOUT THE AUTHOR

...view details