ગુજરાત

gujarat

ETV Bharat / state

Patan Radhanpur murder: રાધનપુરમાં લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો - રાધનપુરમાં હત્યા કેસ

રાધનપુર તાલુકાના જુના ભીલોટ ગામે લગ્નપ્રસંગમાં (Murder case in Radhanpur )અપ શબ્દ બોલવા મામલે બે યુવાનો વચ્ચે થયેલ બોલાચાલીમાં ગામના જમાઈએ ઉશ્કેરાઈ જઈ યુવતીના કાકા ઉપર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલ યુવાનનું સારવાર અર્થે અમદાવાદ લઈ જવાતા રસ્તામાં મોત(Patan Radhanpur murder) નિપજયુ હતું. આ બનાવને પગલે લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો હતો.

Patan Radhanpur murder: રાધનપુરમાં લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો
Patan Radhanpur murder: રાધનપુરમાં લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો

By

Published : Feb 11, 2022, 9:26 PM IST

પાટણઃરાધનપુર તાલુકાના જુના ભીલોટ ગામના મૂળ(Old Bhilot village of Radhanpur taluka) વતની અને છેલ્લા કેટલાય સમયથી ધંધાર્થે દિલ્લી ખાતે સ્થાયી થયેલા નારણભાઈ દેવજીભાઈ વણકર પોતાની ભત્રીજીના લગ્ન માટે ભાઈઓ (Murder case in Radhanpur )સાથે વતન જુના ભીલોટ ગામે આવ્યા હતા. દરમ્યાન તા 10 - 2 - 2022ના રોજ ભત્રીજી ગીતાની જાન કોલીવાડાથી આવી હતી. આ સમયે જાનના ઉતારા ઉપર જાનૈયાઓને ચા પાણી નાસ્તો કરાવવામાં આવી રહયો હતો. ગામના જમાઈ અને સાંથલી ગામના વતની શંકરભાઈ મણીલાલ વણકર પણ જાનૈયાઓ પાસે ઉભો રહી ગાળો બોલતો હતો જેથી રમેશ દેવજી વણકરે તેને ગાળો બોલવાનીના પાડતા(Patan Radhanpur murder) બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

બોલાચાલીમાં હત્યા

ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો

આ દમિયાન શંકરભાઈએ ઉશ્કેરાઈ જઈ પોતાની પાસે રેહલ ગુપ્તી જેવા તીક્ષ્ણ હથિયારથી રમેશભાઈ પર હુમલો કરી પગના ભાગે ગુપ્તી આરપાર કરી દેતા તેઓ લોહીલુહાણ હાલતમાં જમીન(Murder on the occasion of marriage ) પર પટકાયા હતા. આ દ્રશ્ય જોઈ આવેલા લોકો એકઠા થઈ ગયા હતા અને ઇજાગ્રસ્તને સારવાર અર્થે પ્રથમ રાધનપુર રેફરલ હોસ્પિટલમાં ત્યારબાદ ધારપુર હોસ્પિટલમાં લઈ ગયા હતા. જયાં ઇજાગ્રસ્તની સ્થિતિ વધુ ગંભીર બનતા તેઓને અમદાવાદ રીફર કર્યા હતા. આમદાવાદ પહોંચે તે પહેલા જતાં રમેશભાઈનું મોત નિપજતા લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો હતો. હત્યાના બનાવ અંગે મૃતકના ભાઈએ રાધનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચોઃરાધનપુરમાં લૂંટ સાથે હત્યાની ઘટનામાં પાડોશી જ આરોપી નીકળ્યો

પોલીસે આરોપીને હેન્ડઓવર કરી આગળની કાર્યવાહી હાથ ધરી

આ બાબતે રાધનપુર પી.આઈ. જી.આર. રબારીએ જણાવ્યું હતું કે મૃતકના ભાઈની ફરિયાદને આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધી હુમલો કરનાર શંકરભાઈ મણીભાઈને હેન્ડઓવર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક અને હુમલાખોર બંને દિલ્લી ખાતે ધંધાર્થે રહેતા હતા પરંતુ લગ્ન પ્રસંગ હોવાથી તેઓ વતનમાં આવ્યા હતા અને સામાન્ય બાબતમાં વાત વણસતા બનાવ હત્યામાં ફેરવાયો હતો. જેને લઈ નાના એવા ગામમાં ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો હતો.

આ પણ વાંચોઃરાધનપુરના અરજણસર ગામે નજીવી બાબતે યુવાનની હત્યા

ABOUT THE AUTHOR

...view details