- પાટણમાં પોલીસે માસ્ક ડ્રાઇવ યોજી
- બગવાડા દરવાજા પાસેથી માસ્ક વિના પસાર થતાં લોકો પાસેથી દંડ વસૂલ કર્યો
- માસ્ક દંડ મામલે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખે સરકાર ઉપર કર્યા આક્ષેપો
પાટણઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ સમગ્ર રાજ્યમાં ગત કેટલાક દિવસોથી કોરોનાના કેસો વધી રહ્યા છે. જેને લઈને સરકારની ચિંતામાં વધારો થયો છે, ત્યારે પાટણ શહેર સહિત જિલ્લામાં કોરોના સંક્રમણ અટકાવવા પોલીસ સફાળી જાગી છે અને માસ્ક વગર ફરતા લોકો પાસેથી દંડ વસૂલવાનું શરૂ કર્યું છે. પાટણ શહેરના બગવાડા દરવાજા પાસે મસ્ક વગર નીકળતા રાહદારીઓ અને વાહનચાલકો પાસેથી પોલીસે લાલ કરી સ્થળ ઉપર જ દંડ વસૂલ કર્યાની સાથે ફરજિયાત માસ્ક પહેરવા અંગે સૂચનાઓ પણ આપી હતી. માસ્ક ડ્રાઈવ દરમિયાન આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ કારમાં એકલા હતા અને કાચ બંધ કરી માસ્ક વગર પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પોલીસે તેમને ઉભા રાખી દંડ ભરવાનું જણાવતાં પ્રમુખે દંડ ભરવાનો ઇન્કાર કર્યો હતો. જેથી પોલીસે તેમની અટકાયત કરી વાનમાં બેસાડ્યા હતા. ત્યારબાદ પોલીસે ૧૮૮ મુજબ કાર્યવાહી હાથ ધરતા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખે સરકાર ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા.
આ પણ વાંચોઃપાટણમાં મદદનીશ કલેક્ટરની આગેવાનીમાં માસ્ક ડ્રાઈવ યોજાઈ