ગુજરાત

gujarat

ETV Bharat / state

Patan News : પાટણ એપીએમસીમાં રુના ઢગલામાંથી સાપ નીકળતા અફડાતફડી મચી

પાટણ શહેરના નવા ગંજ બજારમાં સફેદ રુના ઢગલા વચ્ચે કાળોતરાએ દેખા દીધી હતી. જેને લઇ ઘડીભરમાં અફડાતફડી જોવા મળી હતી. જોકે સાપને સહીસલામત રેસ્ક્યુ કરવા માટે પગલાં ભરવામાં આવ્યાં હતાં પાટણના જીવદયાપ્રેમીએ તાત્કાલિક નવાગંજ બજાર સાધનો સહિત આવી સાપને પકડી સલામત સ્થળે મૂક્યો હતો.

Patan News : પાટણ એપીએમસીમાં રુના ઢગલામાંથી સાપ નીકળતા અફડાતફડી મચી
Patan News : પાટણ એપીએમસીમાં રુના ઢગલામાંથી સાપ નીકળતા અફડાતફડી મચી

By ETV Bharat Gujarati Team

Published : Oct 14, 2023, 9:11 PM IST

સાપનું સહીસલામત રેસ્ક્યુ

પાટણ : પાટણ શહેરના નવા ગંજ બજારમાં રુ ભરવા આવેલ ખેડૂતના રૂમથી કોબ્રા સાપ નીકળતા ગંજ બજારના વેપારીઓમાં દોડધામ મચી જવા પામી હતી. જીવદયા પ્રેમીને આ અંગે જાણ કરાતા તેઓએ તાત્કાલિક નવાગંજ બજાર ખાતે આવી સાપને પકડી સલામત સ્થળે મૂક્યો હતો.

અફરતફડી મચી : પાટણ શહેરના નવા ગંજ બજાર ખાતે હાલમાં કપાસની આવક શરૂ થઈ છે. પાટણ સહિત આસપાસના પંથકના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો પોતપોતાની ખેત ઉપજો લઈને પાટણ માર્કેટયાર્ડમાં વેચવા માટે આવી રહ્યા છે. ત્યારે આજે ત્યારે આજરોજ પાટણ માર્કેટયાર્ડના પ્લોટ નંબર 56 ના પટેલ હાર્દિકકુમાર વિપુલભાઈની પેઢીમાં બનાસકાંઠાનો એક ખેડૂત કપાસ વેચવા આવ્યો હતો. ત્યારે કપાસના ઢગલામાંથી કાળો સાપ નીકળતા વેપારીઓ સહિત હમાલોમાં અફડાતફડીનો માહોલ સર્જાવા પામ્યો હતો.

સાપને સુરક્ષિત જગ્યાએ પહોચાડયો : પાટણ એપીએમસીમાં સાપ આવી ચડ્યાં બાબતની જાણ પાટણના સેવાભાવી અને જીવદયાપ્રેમી તેજસ બારોટને થતા તેઓએ તરત જીવદયાપ્રેમીઓને બોલાવી લીધાં હતાં. આ ટીમે સાપને કોઈ પણ પ્રકારનું નુકસાન ન પહોંચે તી કાળજી રાખી પકડ્યો હતો.સાપને નુકસાન પહોંચાડ્યા વગર જીવદયાપ્રેમીઓએ પકડી લેવાયા બાદ સાપને સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને લઇને સ્થાનિક વેપારીઓ અને હમાલોએ રાહતનો શ્વાસ લીધો હતો.

એપીએમસીમાં તકેદારીથી માલ ભરવા અનુરોધ : આ પ્રસંગે વેપારી તેજસ બારોટે જણાવ્યું હતું કે માલ વેચવા આવતા ખેડૂતોએ માલ ભરતી વખતે તકેદારી રાખી કોઈ ઝેરી જીવજંતુ ન આવે અને પાટણ માર્કેટ યાર્ડના વ્યાપારીઓ અને હમાલોને નુકસાન ન થાય તે દિશામાં માલ ભરતી વખતે યોગ્ય સાચવેતી રાખવા અનુરોધ કર્યો હતો.

  1. Surat Snake Rescue : લાડવી ગામે હેરિટેજ હોમ્સમાં ઝેરી કોબ્રા સાપ ઘુસ્યો, જીવદયા પ્રેમીએ કર્યું રેસ્ક્યું
  2. Surat Snake Bite : સુરતમાં સાપ કરડવાના બનાવમાં નોંધપાત્ર વધારો, સર્પદંશના કિસ્સામાં શું કરવું ?
  3. Surat Snake: સાપ ઘરમાં ઘૂસી જતાં ફાયરના જવાનોએ રેસ્ક્યુ કર્યું, 2 મીટર લાંબા સાપથી ફફડ્યા પરિવારજન

ABOUT THE AUTHOR

...view details