પાટણ : સરકાર દ્વારા ટેટ અને ટાટ પાસ કરેલ ઉમેદવારો માટે જ્ઞાન સહાયકની 11 માસની કરાર આધારિત ભરતી રદ કરવાની માંગ સાથે ગુરુવારે અખિલ ભારતીય વિદ્યાર્થી સંગઠન દ્વારા વિરોધ કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. એબીવીપી કાર્યકરોએ અધિક નિવાસી કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. કલેક્ટર કચેરી બહાર એબીવીપીના કાર્યકરોએ ચક્કાજામ કરતાં પોલીસે 10 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી.
કલેક્ટર કચેરી બહાર માર્ગ ઉપર એબીવીપી કાર્યકરોએ ચક્કાજામ કરતાં ટ્રાફિક સમસ્યા સર્જાઇ હતી. પોલીસની સમજાવટ બાદ પણ વિદ્યાર્થીઓએ માર્ગ ખુલ્લો ન કરતા છેવટે 10 જેટલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી અને તેઓને ડી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લાવી બહાર બેસાડ્યા હતાં. ત્યારબાદ તેઓને મુક્ત કરવામાં આવ્યા હતાં... પીઆઈ વસાવા (પાટણ બી ડિવિઝન પોલીસ મથક)
સરકાર સામે મોરચો : રાજ્યમાં સરકારી નોકરીયાતોના વિવિધ સંગઠનો પોતાની પડતર માંગણીઓને લઈને સરકાર સામે મેદાને ઉતર્યા છે અને રેલીઓ તેમજ આવેદનપત્રો આપી પોતાની માંગો પૂરી કરવાની માંગ કરી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા તારીખ 10/ 7/ 2023 ના ઠરાવ મુજબ TET -TAT પાસ કરેલ ઉમેદવારોની 11 માસના કરાર આધારિત જ્ઞાન સહાયક તરીકે ભરતી કરવાનો ઠરાવ કરવામાં આવ્યો છે. જેનાથી રાજ્યમાં ટેટ ટાટ પાસ કરેલા ઉમેદવારોના ભાવિ અંધકારમય બન્યા છે અને સરકારના આ તઘલગી નિર્ણય સામે ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે પાટણમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરોએ ટેટ ટાટ પાસ ઉમેદવારોની કાયમી ભરતી કરવાની માંગ સાથે અધિક નિવાસી કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.
કાયમી ભરતી કેમ નહી : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરોએ નિવાસી કલેકટરને આવીદનપત્ર આપી જણાવ્યું હતું કે ટેટ ટાટ પાસ ઉમેદવારોની સરકાર કરાર આધારિત ભરતી કરી શકતી હોય તો કાયમી ધોરણે કેમ નહીં. 11 માસના કરારથી આવા હજારો વિદ્યાર્થીઓના ભાવી અંધકારમય બનશે માટે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે ઉમેદવારો માટે કાયમી ભરતીની ઘોષણા કરે તેવી માંગ કરી હતી.
પોલીસે કરી અટકાયત : કલેકટરને આવેદનપત્ર આપ્યા બાદ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરોએ કલેક્ટર કચેરી બહાર માર્ગ ઉપર ચક્કાજામ કરતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઇ હતી. જે અંગેની જાણ બી ડિવિઝન પોલીસને થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને રોડ ઉપર ટકા જામ કરી રહેલા એબીપીના 10 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા વિદ્યાર્થી કાર્યકરોની અટકાયત કરાતા વિદ્યાર્થી સંગઠનમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
- ABVP Protest : ટેટ અને ટાટના પરીક્ષાર્થીઓને ન્યાય માટે સુરત કલેક્ટર કચેરી પર એબીવીપીનો વિરોધનો મોરચો
- Protest Rally at Navsari : જ્ઞાન સહાયક ભરતી યોજનાનો વિરોધ, ધારાસભ્યની આગેવાનીમાં કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શન
- Banaskantha News : TET અને TAT પાસ વિદ્યાર્થીઓ દ્વારા જ્ઞાન સહાયક ભરતીનો વિરોધ, કલેક્ટરને આવેદનપત્ર આપ્યું