ગુજરાત

gujarat

By

Published : Apr 1, 2023, 9:26 PM IST

ETV Bharat / state

Patan News : મેણો ચડતાં ટપોટપ ઢળી પડ્યાં 35 ઘેટાં, પાટણના કયા ગામમાં બની ઘટના જૂઓ

માલધારી માટે તેના ઢોર આજીવિકાનું માઘ્યમ હોય છે. ત્યારે પાટણકામાં બનેલો આ બનાવ માલધારીની કફોડી હાલતનો વિચાર લાવી દે તેવો છે. પાટણકાના માલધારીના 35 ઘેટાં એકસાથે મોતને ભેટતાં તેના પર આભ ફાટ્યું છે તેમ કહીએ તો ખોટું નહીં. કયા કારણે આમ બન્યું તે જોઇએ.

Patan News : મેણો ચડતાં ટપોટપ ઢળી પડ્યાં 35 ઘેટાં, પાટણના કયા ગામમાં બની ઘટના જૂઓ
Patan News : મેણો ચડતાં ટપોટપ ઢળી પડ્યાં 35 ઘેટાં, પાટણના કયા ગામમાં બની ઘટના જૂઓ

માલધારીની કફોડી હાલત

પાટણ : પાટણ જિલ્લાના અંતરિયાળ એવા સાંતલપુર તાલુકાના પાટણકા ગામે સીમમાં ચડી રહેલા ઘેટાને ખોરાકી ઝેરની અસર થતા એક બાદ એક 35 ઘેટાઓના મોત થયાં હતાં. પાટણકાના પશુપાલન ઉપર નિર્ભર માલધારીની હાલત આને લઇને કફોડી બનવા પામી છે. એકસાથે 35 ઘેટાના મોત કયો ચારો ચરવાથી થયા છે તે હજી સુધી જાણી શકાયું નથી.

માલધારીની હાલત કફોડી : પાટણ જિલ્લો પછાત હોઈ મુખ્યત્વે ખેતી અને પશુપાલન ઉપર લોકો નિર્ભર રહી પોતાની આજીવિકા મેળવે છે જેમાં કેટલીક વાર કુદરતી અને કૃત્રિમ આફતો આવતા ખેડૂતો અને માલધારીઓની હાલત કફોડી બનવા પામે છે. ત્યારે આવી જ એક ઘટના આજે પાટણ જિલ્લાના અંતરિયાળ એવા સાંતલપુર તાલુકાના પાટણકા ગામે બનવા પામી હતી. જેમાં ખોરા કી ઝેરની અસરથી એક માલધારીના એકસાથે 35 ઘેટાના મોત થયા છે.

આ પણ વાંચો બાપરે...અચાનક ટપોટપ ખેતરમાં જ ઢળી પડ્યાં ઘેટાં-બકરાં, પાટણમાં પશુઓના મોતથી અરેરાટી

ટપોટપ ખેતરમાં ઢળી પડ્યા :સાંતલપુર તાલુકાના પાટણકા ગામે રહેતા વેલાભાઈ જીવાભાઇ રબારી નિત્યક્રમ મુજબ આજે પોતાના ઘેટા સહિતનું પશુધન લઈ ગામની સીમમાં ચરાવવા માટે ગયા હતા. સાંજે ઘેટાં ચર્યા બાદ માલધારીએ પોતાના ઢોરને ઘેર લઇને જવા માટે એકઠા કરવા શરૂઆત કરી હતી. ત્યારે અચાનક ખોરાકી ઝેરની અસર થતા મેણો ચડતા એક બાદ એક 35 ઘેટા ટપોટપ ખેતરમાં ઢળી પડ્યા હતા.ખેતરમાં ઘેટા ઢળી પડતાં માલધારી ખેતરમાં દોડી આવ્યો હતો અને તપાસ કરતા 35 ઘેટાના મોત થયું હોવાનું માલુમ પડ્યું હતું.

મેણો ચડતા મોતનું અનુમાન : ઘેટાં દ્વારા ચરવામાં આવેલા ચારવાથી મેણો ચડતા મોત નિપજયુ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ માલધારીને માલુમ પડ્યું હતું. એક સાથે 35 ઘેટાના મોત થતા માલધારીની હાલત દયનીય બની જવા પામી હતી. એક બાજુ કમોસમી વરસાદને લઈને આ પંથકના ખેડૂતોને માલધારીઓને ભારે નુકસાન થયું છે તો બીજી તરફ આજે એકી સાથે 35 ઘેટાના મોત થતા માલધારી ઉપર પડતા ઉપર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા મૃતક ઘેટાઓ અંગે માલધારીને સહાય ચૂકવવામાં આવે તેવી માંગ પણ માલધારીએ કરી છે.

આ પણ વાંચો ભાવનગરના કુંઢેલી પંથકમાં ભેદી રોગચાળાથી 50 થી વધુ ઘેટાંના મોત

વેટરનિટી ડોકટરોની ટીમ દોડી આવી : પાટણકા ગામની સીમમાં મેણો ચડવાથી 35 ઘેંટાના મોત થયાના સમાચાર મળતા વેટરનરી ડોકટર ટીમ પાટણકા ખાતે દોડી આવી હતી અને મૃત્યુ પામેલા ઘેંટાઓના મોતનું ચોક્કસ કારણ જાણવા ત્રણ ડોક્ટરોની પેનલ દ્વારા પીએમ કરવામાં આવ્યું હતું. પીએમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું ચોક્કસ કારણ ખબર પડશે તેવું ડો. રાજેશ ચૌધરી દ્વારા જણાવવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details