પાટણ: જિલ્લાના લણવા ગામે સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલા માલજીભાઈ દેસાઈ (Patan Maljibhai Desai) નાનપણથી જ ગાંધીજીના વિચારોથી પ્રભાવિત બન્યા હતા અને તેઓ સેવા દળમાં જોડાઇને સામાજિક કાર્યોની શરૂઆત કરી હતી અને નબળા તેમજ પછાત વર્ગના વિદ્યાર્થીઓને સમાન શિક્ષણ મળી રહે તે માટે આશ્રમ શાળાઓની સ્થાપના કરી હતી. ત્યારે ભારત સરકારે તેમના આ કાર્યની કદર કરીને તેઓને પદ્મશ્રી એવોર્ડ સન્માન (Maljibhai Desai Padma Shri Award) આપવાનો નિર્ણય કર્યો છે, ત્યારે આ બાબતે ગાંધીવાદી માલજીભાઈ દેસાઈએ Etv Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પોતાને મળનાર પદ્મશ્રી એવોર્ડનો શ્રેય સમગ્ર પાટણ (Patan Padma Shri ) પંથક સહિત ઉત્તર ગુજરાતના લોકોને સમર્પિત કરે છે.
તમામ પક્ષના લોકોમાં માલજીભાઇ આદરણીય
માલજીભાઇ (Gandhian Maljibhai Desai) દ્વારા પાટણ બનાસકાંઠા મહેસાણા તેમજ ગાંધીનગર જિલ્લામાં અનેક શાળાઓ શરૂ કરી શિક્ષણ ક્ષેત્રે આગવું પ્રદાન કર્યું છે, ગ્રામ્ય ક્ષેત્રે પાયાની વિદ્યાલય જેવી સંસ્થાઓ શરૂ કરી છે. આ શૈક્ષણિક સંકુલમાં અભ્યાસ કરીને અનેક વિદ્યાર્થીઓ સરકારમાં સારી જગ્યાએ નોકરી કરી રહ્યા છે. ખાદી અને ગ્રામોદ્યોગને ઉત્તેજન આપવામાં તેમનું યોગદાન રહ્યું છે. તેઓ રાજકીય કોંગ્રેસ પક્ષ સાથે સંકળાયેલા હોવા છતાં તમામ પક્ષના લોકોમાં આદરણીય બની રહ્યા છે.