પાટણઃ શહેરના બુકડીથી ટાંકવાડા તરફ જવાના માર્ગ પર આવેલી સાગોટાની શેરી સામે રહેતા નરેન્દ્રભાઈ મોદીના રાત્રિ દરમિયાન સામાજિક કામ અર્થે ઘર બંધ કરીને ગયા હતા અને ઉપરના માળે તેમના દીકરાઓ સુઈ ગયા હતા, તે દરમિયાન કોઇ અજાણ્યા ચોર ઈસમોએ ઘરનું તાળું તોડી અંદર પ્રવેશ કરી ઘરનો સરસામાન વેરવિખેર કરી સ્ટીલના બેડામાં મુકેલ રૂપિયા 90 હજારની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. જ્યારે સવારે દંપતીએ ઘરનું તારું તુટેલું જોતા ચોરી થયાની જાણ થઇ હતી.
પાટણમાં તસ્કરોએ રહેણાંક મકાનને નિશાન બનાવી 90 હજારનો હાથફેરો કર્યો - ચોરી
પાટણ શહેરના ટાંકવાડા વિસ્તારમાં આવેલ એક રહેણાંક મકાનને તસ્કરોએ નિશાન બનાવી હતી. મકાનમાંથી રૂપિયા 90 હજારની ચોરી કરી પલાયન થઈ જતા શહેરમાં ચકચાર મચી છે. આ મામલે પોલીસને જાણ કરાતા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
પાટણમાં વધુ એક રહેણાંક મકાનમાંથી ચોરી
આ ઘટનાને પગલે તેઓએ પાટણ એ ડિવિઝન પોલીસને જાણ કરતા એ ડિવિઝન પીઆઈ સહિત પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.