પાટણઃ શહેર સહિત જિલ્લામાં રવિવારે કોરોના વાઇરસની મહામારીને પરાજિત કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાનથી રાત્રે કરોડો દીવડાઓ પ્રગટી ઉઠયા હતા અને ચારેબાજુ પ્રકાશપુંજ પ્રજ્વલિત બનતા અલૌકિક વાતાવરણ સર્જાયું હતું.
વડાપ્રધાનના આહવાનને મળ્યું સમર્થન, પાટણ દિવડાઓથી ઝગમગી ઉઠયું - પાટણ દિવડાઓથી ઝગમગી ઉઠયું
પાટણ શહેર સહિત જિલ્લામાં રવિવારે કોરોના વાઇરસની મહામારીને પરાજિત કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાનથી રાત્રે કરોડો દીવડાઓ પ્રગટી ઉઠયા હતા.
કોરોના વાઇરસની મહામારીને લડત આપવા નરેન્દ્ર મોદીની અપીલને માન આપી અગાઉ દેશવાસીઓએ તાલીઓ અને ઘંટનાદ કર્યો હતો, ત્યારબાદ રવિવારે રાત્રે અંધકારથી પ્રકાશ તરફ લઈ જઈ કોરોના સામેની લડાઈમાં હમ સબ એક હૈની લાગણી સાથે પાટણ વાસીઓએ શહેરના વિવિધ વિસ્તારોમાં રાત્રે 9:00 કલાકથી નવ મિનિટ સુધી પોતાના ઘરોની લાઈટો બંધ કરી ઘરના આંગણે, અગાસીઓમાં, બાલ્કનીમાં, ફળિયામાં, તો કેટલાકે ધાબા ઉપર તેમજ વિવિધ મંદિરોમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવી એકીસાથે દીવડાઓ પ્રગટાવ્યા હતા.
દીવડાઓની જગમગતાને લઈ એક અનોખા આધ્યાત્મિકતાની અલૌકિક વાતાવરણ સર્જાયું હતું. કોરોના સામેની લડાઈમાં આપણે સૌ એક છીએ એવા મનોબળની લાગણીનો અહોભાવ પણ શહેરીજનોમા જોવા મળ્યો હતો.