ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણ: ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીમાં ક્રિકેટ નાઈટ ટુર્નામેન્ટનું આયોજન, કોરોના ગાઈડલાઈનના ઉડ્યા ધજાગરા

સિધ્ધપુર ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી(Gokul Global University)ના મેદાનમાં આયોજિત નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સરકારની કોવિડ ગાઇડ લાઇન(Covid Guide line)નો ભંગ થયાનો વીડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. આ બાબતે સિદ્ધપુર પોલીસે ક્રિકેટ મેચનું આયોજન કરનાર બે વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કોરોના ગાઈડલાઈન
પાટણ: ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીમાં ક્રિકેટ નાઈટ ટુર્નામેન્ટનું આયોજન, કોરોના ગાઈડલાઈનના ઉડ્યા ધજાગરા

By

Published : Jun 27, 2021, 1:09 PM IST

Updated : Jun 27, 2021, 4:04 PM IST

  • ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીમાં યોજાઈ ક્રિકેટ મેચ
  • ક્રિકેટ મેચમાં સરકારની કોરોના ગાઈડ લાઈનનો થયો ભંગ
  • મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ થયા એકઠા


પાટણ: શહેર સહિત સમગ્ર જિલ્લામાં કોરોનાની બીજી લહેર(Second Wave Of Corona) ઘાતક બન્યા બાદ હાલમાં સંક્રમણ ઘટ્યું છે, જેને લઈને જનજીવન ફરી એકવાર રાબેતા મુજબ બની રહ્યું છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેર(Third wave of Covid) ને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર અને સરકાર દ્વારા આગોતરૂ આયોજન કરવામાં આવી રહ્યું છે. અને દરેક વ્યક્તિઓને કોવિડ-19(Covid-19)ની ગાઈડલાઈનનું પાલન કરવા જણાવ્યું છે.

નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

કેટલાક લોકો જાણે કોરોના જતો રહ્યો હોય તે રીતે વર્તન કરી કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપી રહ્યા છે. સિધ્ધપુર ખાતે આવેલી ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીમાં છેલ્લા એક અઠવાડિયાથી નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જે ટુર્નામેન્ટની ફાઇનલ મેચ શનિવારે રાત્રે યોજાઇ હતી. આ ક્રિકેટ મેચ જોવા માટે સિદ્ધપુર સહિત આસપાસના પંથકમાંથી ક્રિકેટ પ્રેમીઓ મોટી સંખ્યામાં એકઠા થયા હતા. મોટાભાગના લોકોએ મોઢે માસ્ક પહેર્યા નહોતા તેમજ સામાજિક અંતરનો પણ અભાવ અભાવ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો : કચ્છમાં રાજ્યના નામી કલાકારોએ બોલાવીએ ડાયરાની રમઝટ, કોરોના ગાઈડલાઈન મુકી નેવે

વીડિયો વાયરલ

આ અંગેનો વીડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં લોકો આશ્ચર્યમાં મુકાયા છે. હાલમાં જિલ્લામાં કોરોના કંટ્રોલમાં છે, એવામાં આ પ્રકારની ભીડ એકઠી થતી હોય તેવા કાર્યક્રમો ન યોજવા જોઈએ. ક્રિકેટ ટુર્નામેન્ટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં સિદ્ધપુર પોલીસે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરનાર અર્પિત પ્રજાપતિ અને સંકેત ઠાકર વિરુદ્ધ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ તથા એપિડેમિક ડિસીઝ એક્ટ મુજબ ગુનો નોંધી તેઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : સુરતમાં હોમગાર્ડના જવાનને પોતાના લગ્નમાં ડીજેના તાલે ગરબાનું આયોજન કરવું ભારે પડ્યું

અત્રે ઉલ્લેખનીય છે કે ક્રિકેટ મેચના આયોજનમાં કોરોનાની ગાઈડલાઈનનું ઉલ્લંઘન થઇ શકે તેમ હોવાથી પોલીસે આ આયોજનને નકારાત્મક અભિપ્રાય આપ્યો હતો ત્યારે સિદ્ધપુર મામલતદારે ક્રિકેટ મેચની પરવાનગી આપતા તેમની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે.

Last Updated : Jun 27, 2021, 4:04 PM IST

ABOUT THE AUTHOR

...view details