ગુજરાત

gujarat

ETV Bharat / state

Patan corona update: 3 મહિના બાદ કોરોનાનો એક પણ કેસ નહીં - પાટણના તાજા સમાચાર

પાટણ જિલ્લામાં ગત 3 મહિનાથી Coronaએ ભારે કહેર મચાવ્યો હતો અને અનેક લોકોને પોતાની ઝપેટમાં લીધા હતા. ગત 1 અઠવાડિયાથી કોરોના સંક્રમણમા ઘટાડો નોંધાયા બાદ શુક્રવારે સમગ્ર જિલ્લામાં એક પણ કેસ નહીં નોંધાતા પાટણ જિલ્લો Corona મુક્ત બનવા તરફ આગેકુચ કરી રહ્યો છે. શુક્રવારે એક પણ કેસ નહીં નોંધાતા આરોગ્ય તંત્રએ હાશકારો અનુભવ્યો હતો તો લોકોમાં પણ રાહતની લાગણી ફેલાઈ હતી.

3 મહિના બાદ કોરોનાનો એક પણ કેસ નહીં
3 મહિના બાદ કોરોનાનો એક પણ કેસ નહીં

By

Published : Jun 4, 2021, 8:56 PM IST

  • પાટણ કોરોના અપડેટ(patan corona update)
  • જિલ્લામાં શુક્રવારે એક પણ કેસ નહીં નોંધાતા આરોગ્ય તંત્રે રાહત અનુભવી
  • સંક્રમણ ઘડતા પાટણ જિલ્લાની corona મુક્ત બનવા તરફ આગેકૂચ

આ પણ વાંચોઃપાટણ જિલ્લામાં કોરોના સંક્રમણ ઘટયું, નવા 36 કેસ નોંધાયા

પાટણઃ coronaની બીજી લહેરે પાટણ જિલ્લામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી હાહાકાર મચાવ્યો હતો. શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ સંક્રમણ ફેલાતા અનેક લોકો સંક્રમિત બન્યા હતા. જેમાં કેટલાકના મોત પણ થયા હતા. સતત 3 મહિના સુધી કહેર મચાવનારા કોરોનાની ગતી ગત 1 અઠવાડિયાથી ધીમી પડી હતી, ત્યારે જિલ્લા આરોગ્ય તંત્રએ શુક્રવારે સત્તાવાર રીતે coronaનો એક પણ કેસ નહીં નોંધાયાનું જાહેર કરતાં જિલ્લાવાસીઓમાં રાહત ફેલાઈ હતી. પાટણ જિલ્લો corona સામે સુરક્ષિત રહે અને ઓછામાં ઓછા લોકો કોરોના ગ્રસ્ત બને તે માટે રસીકરણ(vaccination) અભિયાન માટે જનજાગૃતિ ફેલાવવાના કાર્યને મહત્વ આપ્યું છે.

ABOUT THE AUTHOR

...view details