પાટણ: સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. જેને લઇને પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા શહેરના બગવાડા દરવાજા ખાતે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધ કાર્યક્રમની મંજૂરી નહીં હોવાને કારણે પોલીસે 10 જેટલા કોંગ્રેસ કાર્યકરોની અટકાયત પણ કરી હતી.
પાટણ કોંગ્રેસે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનો કર્યો વિરોધ, પોલીસે કરી અટકાયત પાટણ કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો
- પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઇને નોંધાવ્યો વિરોધ
- ભરૂચ કોંગ્રેસે પણ સોમવારે સરકારનો વિરોધ કર્યો હતો
- જામનગર કોંગ્રેસે પણ ભાવ વધારાનો નોંધાવ્યો વિરોધ
- વડોદરામાં પણ કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો
કોરોના મહામારીમાં અંકુશ લાવવા માટે સરકાર દ્વારા અઢિ મહિના જેટલું લાંબુ લોકડાઉન લાદવામાં આવ્યું હતું. જેના કારણે લોકોના ધંધા રોજગાર થવાથી લોકોની આર્થિક સ્થિતિ નબળી બની છે. આવી સ્થિતિમાં સરકારે પ્રજા ઉપર કમરતોડ પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસના ભાવમાં વધારો કર્યો છે. જેથી પ્રદેશ કોંગ્રેસની સૂચનાથી પાટણ જિલ્લા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઇને શહેરના બગવાડા દરવાજા ખાતે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી દેખાવો કર્યો હતો અને પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનો વિરોધ કર્યો હતો.
વિરોધ કરવા આવેલા કોંગ્રેસે આગામી સમયમાં કિંમતમાં ઘટાડો નહીં થવા પર ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.