ગુજરાત

gujarat

ETV Bharat / state

Patan Rath Yatra 2023 : પાટણમાં રથયાત્રાના રૂટ પર પોલીસે ફ્લેગ માર્ચ કરી, સાયરનથી વાતાવરણ ગુંજી ઉઠ્યું

પાટણમાં રથયાત્રાના રૂટ પર પોલીસે ફ્લેગ માર્ચ કરતા સુંદર નજારો સર્જાયો હતો. પોલીસે કાફલા સાથે ફ્લેગ માર્ચ યોજી રૂટનું નિરીક્ષણ કર્યું હતું. આ તકે ગાડીઓના સાયરનથી વાતાવરણ પણ ગુંજી ઉઠ્યું હતું. ત્યારે હવે રથયાત્રાને લઈને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

Patan Rath Yatra 2023 : પાટણમાં રથયાત્રાના રૂટ પર પોલીસે ફ્લેગ માર્ચ કરી, સાયરનથી વાતાવરણ ગુંજી ઉઠ્યું
Patan Rath Yatra 2023 : પાટણમાં રથયાત્રાના રૂટ પર પોલીસે ફ્લેગ માર્ચ કરી, સાયરનથી વાતાવરણ ગુંજી ઉઠ્યું

By

Published : Jun 19, 2023, 6:19 PM IST

પાટણમાં રથયાત્રાના રૂટ પર પોલીસે ફ્લેગ માર્ચ કરી

પાટણ :પાટણમાં નીકળનારી ભગવાન જગન્નાથની 141મી રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. તો બીજી તરફ રથયાત્રામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પાટણ જિલ્લા પોલીસ અધિક્ષકે વિશાળ કાફલા સાથે ફ્લેગ માર્ચ યોજી રૂટનું નિરીક્ષણ કર્યું હતું.

ગાડીઓના સાયરનથી વાતાવરણ ગુંજી ઉઠ્યું :પાટણ શહેરમાં અષાઢી બીજના દિવસે નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને અનુલક્ષીને પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વિજય પટેલે જગન્નાથ મંદિરથી રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું હતું. પોલીસ કાફલા સાથે ફ્લેગ માર્ચ કરતાં ગાડીઓની સાયરાનથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. પોલીસની 15 જેટલી ગાડીઓ એકી સાથે નીકળતા શહેરીજનો આ નજારો જોવા ઘરની બહાર દોડી આવ્યા હતા. જિલ્લા પોલીસ વડાએ ફ્લેગ માર્ચ પહેલા જગદીશ મંદિર જઈ ભગવાન જગન્નાથના દર્શન કર્યા હતા, ત્યારબાદ સમગ્ર રૂટનું નિરીક્ષણ કર્યું હતું.

રથયાત્રાના માર્ગનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. ગુજરાત સરકાર દ્વારા પોલીસને બોડી વોન કેમેરા આપવામાં આવ્યા છે તે કેમેરાનો આ રથયાત્રામાં સુરક્ષા માટે ઉપયોગ કરવામાં આવશે. આ કેમેરા પોતાની બોડી ઉપર ધારણ કરવાના હોય છે. આ બે પ્રકારના કેમેરા છે. જેમાં એક કેમેરાનું પ્રસારણ પોતાના મોબાઈલ પર કે અન્ય ડિવાઇસ પર જોઈ શકાય છે. જ્યારે બીજા કેમેરાનું રેકોર્ડિંગ બીજા કેમેરામાં પણ રેકોર્ડિંગ થતું હોય છે. જે આપણે બાદમાં પણ જોઈ શકાય છે રથયાત્રાના રૂટ પર કેટલીક જગ્યાએ દબાણો સામે આવે છે તે બાબતે નગરપાલિકાને જાણ કરવામાં આવશે. - વિજય પટેલ (પાટણ જિલ્લા પોલીસ વડા)

અસામાજિક તત્વોને રાઉન્ડઅપ કરાયા :રથયાત્રામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ દ્વારા કેટલાક અસામાજિક તત્વોને રાઉન્ડ અપ કર્યા છે. તો દેશી અને વિદેશી દારૂના વ્યવસાય સાથે સંકળાયેલા અસામાજિક તત્વો સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેઓની અટકાયત કરવામાં આવી છે. રથયાત્રાને લઈને પોલીસ દ્વારા હિન્દુ મુસ્લિમ આગેવાનો સાથે પણ બેઠક યોજી રથયાત્રા શાંતિમય માહોલમાં પૂર્ણ થાય તે અંગેની ચર્ચાઓ કરી વિચારવાની આપ લે કરી હતી.

  1. Jagannath Rathyatra 2023: ચકલું પણ ન ફરકે એવી તૈયારી, ભાવનગરમાં કડક સુરક્ષા સાથે નીકળશે રથાયાત્રા
  2. Rathyatra 2023: ભગવાન જગન્નાથ નિજ મંદિર પરત ફર્યા, નેત્રોત્સવ વિધિ કરી આંખે પાટા બાંધવામાં આવ્યા
  3. Rath Yatra 2023 : રથયાત્રાને લઈને પોલીસ સજ્જ, રૂટ પર મેગા રીહર્સલ યોજાયું, 21 કિમીનો રસ્તો અવરજવર માટે બંધ

ABOUT THE AUTHOR

...view details