ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણની ભગવાન જગન્નાથની રથયાત્રા : ચાંદીજડિત 3 રથોનું પૂજન સાથે સ્વાગત, હવે શરુ કરાશે આ કાર્ય - Patan Bhagvan Jagannath Rathyatra

પાટણના પ્રસિદ્ધ જગદીશ મંદિર ખાતેથી અષાઢ સુદ બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા (Patan Bhagvan Jagannath Rathyatra) યોજાશે. પાટણની ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન ઉપયોગમાં લેવામાં આવતા ચાંદીજડિત 3 રથોને (Silver chariot of Jagdish temple of Patan) આજે શુભ મુહૂર્તમાં વિધિવત મંદિર પરિસરમાં લાવવામાં આવ્યા હતાં. પાટણના જગદીશ મંદિરના ચાંદીજડિત રથનું પૂજન કરી સ્વાગત કરાયું હતું.

પાટણની ભગવાન જગન્નાથની રથયાત્રા : ચાંદીજડિત 3 રથોનું પૂજન સાથે સ્વાગત, હવે શરુ કરાશે આ કાર્ય
પાટણની ભગવાન જગન્નાથની રથયાત્રા : ચાંદીજડિત 3 રથોનું પૂજન સાથે સ્વાગત, હવે શરુ કરાશે આ કાર્ય

By

Published : Jun 23, 2022, 8:59 PM IST

પાટણ- દેશની ત્રીજા નંબરની અને ગુજરાતની બીજા નંબરની પાટણની ભગવાન જગન્નાથની રથયાત્રા (Patan Bhagvan Jagannath Rathyatra)આગામી 1લી જુલાઇ ને અષાઢ સુદ બીજના દિવસે પરંપરાગત રીતે જગદીશ મંદિર ખાતેથી નીકળવાની છે. ત્યારે જગદીશ મંદિર ટ્રસ્ટ અને રથયાત્રા સમિતિ દ્વારા હાલમાં તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. પાટણના જગદીશ મંદિરના ચાંદીજડિત રથ (Silver chariot of Jagdish temple of Patan) તેની આગવી વિશેષતા છે.

જગદીશ મંદિર ટ્રસ્ટ અને રથયાત્રા સમિતિ દ્વારા હાલમાં તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે

આ પણ વાંચોઃ Rathyatra 2021: પાટણના જગદીશ મંદિર ખાતે ભગવાન જગન્નાથના નૌકાવિહાર મનોરથ યોજાયો

શુભ મુહૂર્તમાં વિધિવત લવાયા રથ -ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા જે રથોમાં બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળવાના છે, એ ત્રણેય ચાંદીજડિત રથોને શુભ મુહૂર્તમાં વિધિવત રીતે રથ ખેંચનારા ખલાસીઓ દ્વારા મંદિર પરિસરમાં લાવવામાં આવ્યા હતાં. પાટણના જગદીશ મંદિરમાંં ચાંદીના રથ લવાયા બાદ મંદિરના પૂજારી સહિત ટ્રસ્ટીઓએ ( Patan Bhagvan Jagannath Rathyatra) ત્રણે રથનું પૂજન કરીને સ્વાગત કર્યું હતું. આગામી સમયમાં આ ત્રણેય રથોની (Silver chariot of Jagdish temple of Patan) સફાઈ, રંગરોગાન અને પોલિશિંગની કામગીરી હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચોઃ 144th Rathyatra: મુસ્લિમ સમાજે જગન્નાથ મંદિરને ચાંદીનો રથ આપ્યો ભેટમાં

રથયાત્રામાં હથિયાર સાથે ન રાખવા અપીલ - ચાલુ વર્ષે નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રામાં (Patan Bhagvan Jagannath Rathyatra) કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે જિલ્લા કલેકટરના જાહેરનામાને અનુસરવાની અપીલ કરવામાં આવી હતી. જે મુજબ કોઈપણ વ્યક્તિએ તીક્ષ્ણ હથિયાર સાથે રથયાત્રામાં કરતબો કરવા નહીં અને કોઈ પણ પ્રકારના હથિયારો સાથે ન રાખવા. જગદીશ મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી પીયૂષ આચાર્ય દ્વારા સૌ નગરજનો અને ભક્તોને અપીલ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details