● યુવકના અગ્નિસ્નાનને પગલે વહીવટીતંત્ર દોડતું
● નગરપાલિકા અને સીટી સર્વેના અધિકારીઓએ કયું સ્થળ નિરીક્ષણ
● વિવાદીત દીવાલની અધિકારીઓ દ્વારા કરાઇ માપણી
● મંદિરની જગ્યામાં જ દીવાલ બનાવાઇ હોવાનું માપણીમાં જણાવાયું
પાટણ : શહેરના હાર્દ સમા રેલવે સ્ટેશન રોડ ઉપર મુખ્ય પોસ્ટ ઓફિસની પાસે આવેલ રામજીમંદિરની ગલીમાં વર્ષોથી રહેતા પરિવારોના અવરજવરના રસ્તાઓ પર મંદિર ટ્રસ્ટ દ્વારા દીવાલ ચણી લેતા રસ્તો સાંકડો બની ગયો હતો. જે દબાણ દૂર કરવા મામલે ન્યાય મેળવવા ઠાકોર ચંદ્રસિહે મંગળવારે પોતાની જાતે શરીર પર પેટ્રોલ છાંટી સળગતી હાલતમાં દોટ લગાવી હતી. અગ્નિસ્નાનની આ ઘટનાને લઇ બુધવારે વહીવટી તંત્ર દોડતું થયું હતું અને નગરપાલિકા, સીટી સર્વે અને વહીવટી તંત્રના અધિકારીઓ એ વિવાદાસ્પદ દીવાલનું નિરીક્ષણ કર્યું હતું અને માપણી કરી હતી. સીટી સર્વે દ્વારા માપણી કરી દિવાલ મંદિર ટ્રસ્ટની જગ્યામાં જ બનાવાઇ હોવાનું જણાવતા સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો.
પાટણમાં અગ્નિસ્નાનની ઘટના બાદ વહિવટી તંત્ર દોડતું થયું ક્ષત્રિય ઠાકોર સેનાના હોદ્દેદારોએ પીડિત પરિવારની લીધી મુલાકાત
આ બનાવને પગલે પાટણ જિલ્લા ક્ષત્રિય ઠાકોર સેનાના હોદેદારો આ પરિવારની મુલાકાતે દોડી આવ્યા હતા અને સમગ્ર બનાવ તેમજ દિવાલ મામલે વહીવટીતંત્ર રાજકીય દબાણમાં આવ્યા વગર નિષ્પક્ષ તપાસ કરે તેવી માંગ કરી હતી. તેમજ પીડિત યુવાન તથા અહીં રહેતા પરિવારજનોને ન્યાય નહીં મળે તો ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
પાટણમાં અગ્નિસ્નાનની ઘટના બાદ વહિવટી તંત્ર દોડતું થયું તંત્ર દ્વારા પહેલા આ કામગીરી કરાઈ હોત તો કલંકિત બનાવ અટક્યો હોત
અગ્નિસ્નાન કરનારના પરિવારજનોએ આ મામલે જણાવ્યું હતું કે, રસ્તા આગળનું દબાણ દૂર કરવા માટે વહીવટીતંત્ર અને અનેકવાર લેખિતમાં રજૂઆતો કરી હતી. તેમ છતાં પણ કોઈ અધિકારી સ્થળ નિરીક્ષણ માટે આવ્યા ન હતા. જ્યારે આ અગ્નિ સ્નાનની ઘટના બની ત્યારે અધિકારીઓ સર્વે માટે આવ્યા છે, તો પહેલા તંત્ર દ્વારા આ રીતની કામગીરી કરવામાં આવી હોત તો આવી દુર્ઘટના ન બની હોત.
પાટણમાં અગ્નિસ્નાનની ઘટના બાદ વહિવટી તંત્ર દોડતું થયું પાટણમાં અગ્નિસ્નાનનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો અને શહેરીજનોએ આવા બનાવમાં વહીવટીતંત્ર અને મંદિરના ટ્રસ્ટી તેમજ પૂજારીએ માનવીય અભિગમ અપનાવ્યો હોત તો આ બનાવ અટકી શક્યો હોત.