પાટણ: શહેરના બીજા રેલવે ઘરનાળા પાસે આવેલી કલા નગર (residents of kalanagar protest) સોસાયટી કે જેની ગણના શહેરના પોશ એરિયામાં થાય છે અને આ સોસાયટીમાં રાજકીય આગેવાનો ડોક્ટરો તેમજ સામાજિક અગ્રણીઓ પણ વસવાટ કરે છે. આ સોસાયટીમાં છેલ્લા દોઢ વર્ષથી ભૂગર્ભ ગટરના દૂષિત અને ગંદા પાણી સોસાયટીના માર્ગો ઉપર રેલાય છે. તેમજ પાણી બેક મારતું હોવાને કારણે બાથરૂમ અને રસોડામાં પણ પાણી ઉભરાય છે.
કલા નગરના રહીશોનો અનોખો વિરોધ ગંદા અને દૂષિત પાણીમાં મચ્છરોનો ઉપદ્રવપણ વધ્યો છે. ગત ગટરનું દૂષિત પાણી પીવાના સાણે પાણી સાથે મિક્સ થતાં સોસાયટીના રહીશોને જાડા ઉલટીની બીમારીઓનો ભોગ પણ બને છે, ત્યારે આ સમસ્યાનો કાયમી નિકાલ કરવા માટે રહીશો દ્વારા નગરપાલિકાના સત્તાધિશોને અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા ફરી વિરોધનો સુર ઊઠવા પામ્યો છે. સોસાયટીના રહીશોએ ધારાસભ્ય કિરીટ પટેલને સાથે રાખી ઊંટ લારીમાં બેસી નગરપાલિકા ખાતે ધારણા (patan unique protest ) ઉપર ઉતરી દેખાવો કર્યા હતા.
કલા નગરના રહીશોનો અનોખો વિરોધ:નગરપાલિકાના અનગઢ વહીવટને કારણે શહેરની પ્રજાને પ્રાથમિક સુવિધાઓ મળતી નથી. શહેરના રોડ રસ્તા ઉબડખાબડ છે, તો શહેરના દરેક વિસ્તારોમાં ભૂગર્ભ ગટર (kalanagar underground sewerage ) ઉભરાવાની સમસ્યાઓ યથાવત જોવા મળી રહી છે. કલાનગર સોસાયટીમાં છેલ્લા દોઢ વર્ષથી ભૂગર્ભ ગટરો ઉભરાવવાની સમસ્યાનું નિરાકરણ ના આવતા આજે રહીશોની સાથે ઊંટ લારીમાં બેસી નગરપાલિકા તંત્રને જગાડવા માટે અને શહેરના અન્ય લોકોમાં પણ જાગૃતિ આવે તે માટે અનોખો વિરોધ કર્યો છે.
પાલિકાની રેઢિયાળ નીતિ સામે લોકોમાં રોશશહેરના વોર્ડ નંબર 6 માં આવેલી કલાનગર સોસાયટીના રહીશો છેલ્લા દોઢ વર્ષથી ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યાથી યાતનાઓ ભોગી રહે છે ત્યારે ધારાસભ્ય કિરીટ પટેલે આ સોસાયટીના રહીશોને સુખાકારી માટે આજે રેલી યોજી નગરપાલિકામાં જઇ ચીફ ઓફિસર ને રજૂઆત કરતા ચીફ ઓફિસરે તાત્કાલિક કોન્ટ્રાક્ટરોને બોલાવી રેલવે સ્ટેશનનું પાણી સુભાષચોક પંપીંગમાં લઈ જવા માટેની કામગીરી ચાલુ તાત્કાલિક ચાલુ શરૂ કરાશે તેવી ખાતરી આપી હતી ત્યારે ધારાસભ્ય કામગીરી લોકોમાં ભારે પ્રશાસનિય બની છે. તો બીજી તરફ નગરપાલિકાના સત્તાધીશોની રેઢિયાળ કામગીરી સામે લોકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.