હિન્દુ ધર્મમાં અનેક વ્રત અને તહેવારો નું મહત્વ રહેલું છે. જે આપણને કંઈકને કંઈ સંદેશા આપે છે. જેઠ સુદ ચૌદસને વટ સાવિત્રી તરીકે ઓળખવામાં આવે છે. આ વ્રત પાછળ પ્રાચીન કથા સકંળાયેલી છે. જેમાં સાવિત્રીએ પોતાની પતિ ભક્તિ અને સતીત્વના તપથી યમરાજ પાસેથી મૃત્યું પામેલ પતિ સત્યવાનને પાછો લાવી હતી.
પાટણમાં પતિના દીર્ઘાયું માટે સ્ત્રીઓએ કરી વટ સાવિત્રીના વ્રતની ઉજવણી
પાટણ: આજે પાટણમાં મહિલાઓએ વટ સાવિત્રી વ્રતની વિધિવત રીતે પૂજા અર્ચના કરી હતી. તેમજ પતિના દીર્ઘ આયુષ્યની સાથે પરિવારમાં સુખ શાંતિ બની રહે તે માટે વડની વૃક્ષ ની પૂજા કરી હતી.
પાટણ
ત્યારથી આ દિવસને 'વટ સાવિત્રી' તરીકે ઓળખવામાં આવે છે. સમગ્ર દેશમાં આ વ્રતની મહિલાઓ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરે છે. ત્યારે પાટણમાં મહિલાઓએ વિધિવત રીતે પૂજા અર્ચના કરી વડલાના વૃક્ષની પ્રદક્ષિણા કરી પતિના દીર્ઘ આયુષ્યની પ્રાર્થના કરી હતી. પાટણનાં છીડિયા દરવાજા પાસે આવેલ પ્રાચીન ખંડોબા મહાદેવ મંદિર પરિસરમાં પરણિત મહિલાઓએ વિધિવત રીતે વડના વૃક્ષની પૂજા કરી સુતરના દોરાથી પ્રદક્ષિણા કરી પતિના લાંબા આયુષ્ય ની પ્રાર્થના કરી હતી.