પાટણમાં ધીમી ધારે મેઘરાજાનું થયું આગમન - cool
પાટણઃ શનિવારે બપોરે વાતાવરણમાં એકાએક પલટો આવતા ધીમી ધારે વરસાદ શરૂ થતાં લોકોએ ગરમીથી મહદ અંશે રાહત મેળવી હતી. લોકો બફારાથી શેકાઈ રહ્યા હતા ત્યારે વરસાદથી વાતાવરણમા ઠંડક પ્રસરી હતી.
patan
પાટણ શહેરમાં સવારથી જ આકાશમા વાદળો છવાયા હતા ને ગરમી અને બફારાથી લોકો શેકાઈ રહ્યા હતા. ત્યારે બપોરે એકાએક વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ વરસવાનું શરૂ થયું હતું. પાટણમા વરસાદ થી વાતાવરણમા ઠંડક પ્રસરી હતી ને લોકોએ ગરમી થી રાહત અનુભવી હતી. તેમજ શહેરના માર્ગો પર વરસાદી પાણી રેલાયું હતું.