- પાટણ SOG પોલીસે ખેતરમાંથી અફીણના છોડ પક્ડયા
- પોલીસે 317 કિલો અફીણના છોડ કબજે કર્યા
- આરોપી સામે NDPS એક્ટ હેઠળ કાર્યવાહી કરી
પાટણ: શંખેશ્વર તાલુકાના જેસડા ગામના પાટીયા નજીક એક ખેતરમાં પાટણ SOGની પોલીસ ટીમે ત્રાટકીને અફીણના વાવેતર સાથે ખેતર માલીકને ઝડપી લીધો હતો. તેમજ કુલ રૂપિયા 31,73,200નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ પણ વાંચો:બનાસકાંઠાના શિહોરી ટાઉનમાંથી 25 હજારના અફીણ સાથે એક શખ્સની ધરપકડ
પોલીસે ખેતરમાં રેડ પાડી હતી અને અફીણનું વાવેતર મળી આવ્યું
પાટણ જિલ્લામાં નાર્કોટીક્સની બદી ડામવા જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણાની સૂચના મુજબ પાટણ SOG પોલીસની ટીમ PI આર. કે. અમીન સાથે પેટ્રોલીંગ કરી રહી હતી. તે સમયે બાતમી મળેલી કે, શંખેશ્વર તાલુકાના જેસડા ગામના પાટીયા પાસે હાઇવે ઉપર આવેલા નરસંગભાઇ ગગાભાઇના ખેતરમાં અફીણના છોડોનું વાવેતર કરવામાં આવેલું છે. જેને લઇને પોલીસે ખેતરમાં રેડ પાડી હતી અને અફીણનું વાવેતર મળી આવ્યું હતું. પોલીસે રૂપિયા 31,73,200ની કિંમતના 317 કિલો 320 ગ્રામ અફીણના છોડો સાથે ખેતર માલીકને ઝડપી લઇને તેની સામે NDPC એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
જેસડા ગામે ખેતરમાંથી 31લાખના અફીણ સાથે એક ઝડપાયો આ પણ વાંચો:સિદ્ધપુર હાઇવે પરથી ATS અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ડ્રગ્સ અને અફીણ સાથે ચાર ઇસમોની ધરપકડ કરી