- જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની વરણી
- કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાઈ ચૂંટણી
- પ્રથમ સભામાં જ વિપક્ષે નોંધાવ્યો વિરોધ
- સમય કરતા મોડી ચૂંટણી શરૂ થતાં વિપક્ષે કર્યો હોબાળો
- નવનિયુક્ત પ્રમુખ ઉપપ્રમુખને સભ્યોએ આવકાર્યા
પાટણઃ જિલ્લા પંચાયતની 32 બેઠકો માટેની ચૂંટણી થયા બાદ ચૂંટણીના પરિણામો જાહેર થતાં ભાજપે 21 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી હાંસલ કરી હતી, જ્યારે કોંગ્રેસનો ૧૧ બેઠકો ઉપર વિજય થયો હતો. ત્યારબાદ પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખની બેઠક અઢી વર્ષ માટે અનુસૂચિત જાતિ મહિલા માટે અનામત હોઈ ભાજપમાંથી બીલીયા બેઠક ઉપર ચૂંટાયેલા ભાનુમતી મકવાણાએ ઉમેદવારી નોંધાવી હતી, જ્યારે ઉપપ્રમુખ માટે સાંકાજી ધુડાજી ઠાકોરે ઉમેદવારી નોંધાવી હતી. પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવા માટે ગુરુવારે જિલ્લા પંચાયત સ્વર્ણિમ હોલ ખાતે કલેક્ટર સુપ્રીતસિંઘ ગુલાટીના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી, પરંતુ ચૂંટણી યોજાય તે પહેલાં જ વિપક્ષના સભ્યોએ નિર્ધારિત સમયે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી શરૂ ન થવાના મુદ્દે હોબાળો મચાવી જિલ્લા કલેકટર ઉપર ગંભીર આક્ષેપો કરી સભામાંથી વોકઆઉટ કર્યું હતું.
આ પણ વાંચોઃ કચ્છ જિલ્લા પંચાયતના હોદ્દેદારો માટે ભાજપે નામ જાહેર કર્યા
ફૂલહાર પહેરાવી મોં મીઠું કરાવ્યું