ગુજરાત

gujarat

ETV Bharat / state

સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું નવું સીમાંકન જાહેર, પાટણ તાલુકા પંચાયતની બે બેઠકમાં વધારો - અનામત કેટેગરી

ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા 2011ની વસ્તી ગણતરીના આધારે નવેસરથી સીમાંકન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. વોર્ડ/ મતદાર મંડળની રચના કરીને બેઠકોની ફાળવણી અંગેનો પ્રાથમિક આદેશ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. જે મુજબ 2020માં નવું સીમાંકન સાથેનું રોટેશન કરાયું છે અને અનામત કેટેગરીની બેઠકોની વારાફરતી ફાળવણી કરાઇ છે. પાટણ જિલ્લા પંચાયતની 32 બેઠકો યથાવત રખાઈ છે. જ્યારે આરક્ષિત બેઠકોની ફાળવણીમાં ફેરફાર થયો છે.

elections news
elections news

By

Published : Sep 9, 2020, 3:18 PM IST

પાટણઃ રાજ્યમાં આગામી નવેમ્બર માસમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવા જઇ રહી છે. ત્યારે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા નવું સીમાંકન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં પાટણ જિલ્લા પંચાયત, પાટણ અને સરસ્વતી તાલુકાનું નવું સીમાંકન જાહેર કરવામાં આવ્યું છે.

પાટણ જિલ્લા પંચાયતમાં અને પાટણ અને સરસ્વતી તાલુકા પંચાયતમાં નવા સીમાંકન પ્રમાણે ફેરફાર થયા છે. પાટણ તાલુકા પંચાયતની અગાઉ 18 બેઠકો હતી. તેમાં નવા સીમાંકન મુંજબ ફક્ત પાટણ તાલુકા પંચાયતમાં જ બે બેઠકોનો વધારો થયો છે. જિલ્લા પંચાયતમાં 7 બેઠકો પર અને સરસ્વતી તાલુકા પંચાયતમાં 5 અને પાટણ તાલુકા પંચાયતમાં 2 બેઠકો પર કેટેગરીમાં ફેરફાર થયો છે. આયોગ દ્વારા ફેરફાર બેઠકોમાં કોઈ વાંધો હોય તો અરજી કરવા માટે સમયમર્યાદા અપાઈ છે અને ત્યારબાદ ફાઇનલ સીમાંકનની નવીન યાદી જાહેર કરાશે.

સરસ્વતી તાલુકામાં કુલ 24 બેઠકો છે. જેમાં અનુસૂચિત જાતિમા સ્ત્રી માટે 1બેઠક અને 1 સામાન્ય, અનુસૂચિત આદિજાતિમાં સામાન્યની 1 બેઠક, સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે સ્ત્રીની 1 અને સામાન્યની 1 બેઠક જ્યારે સામાન્ય સ્ત્રી માટે 10 બેઠક અને બિન અનામત માટે 9 બેઠકો ફાળવવામાં આવી છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીનુ નવું સીમાંકન જાહેર

જ્યારે પાટણ તાલુકા પંચાયતમા નવા સીમાંકનમાં કુલ 24 બેઠકો છે. જેમાં અનુસૂચિત જાતિની બેઠકોમાં સ્ત્રીની 1 અને સામાન્યની 1, અનુસૂચિત આદિજાતિમાં સામાન્યની 1 બેઠક, સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગની બેઠકમાં સ્ત્રીની 1 અને 1 સામાન્ય,જ્યારે સામાન્ય સ્ત્રી માટે 10 બેઠકો અને બિન અનામતની 9 બેઠકો ફાળવવામાં આવી છે.

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલા નવા સીમાંકન મુજબ પાટણ જિલ્લા પંચાયતમાં 32 બેઠકોમાં 7 બેઠકો અનામત કેટેગરીની જેમાં અનુસૂચિત જાતિ માટે 3 સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે 3 અને આદિજાતિ માટે 1 બેઠક માટે ફાળવાઇ છે. 13 બેઠકો બિન અનામત સામાન્ય અને 12 બેઠકો સામાન્ય સ્ત્રી માટે ફાળવાઇ છે.

નવા સીમાંકન મુજબ અનુસૂચિત આદિજાતિની જુની બેઠક કમલીવાડા હતી. તે હવે રાધનપુરના કમાલપુરમા કરાઈ છે. શારીરિક શૈક્ષણિક પછાત વર્ગની જુની બેઠક બાલીસણા, બીલીયા,અને ધીણોજ હતી. તેમાં ફેરફાર કરીને નવા સીમાંકનમાં સમીના દુદખા,ગોચનાદ અને સિદ્ધપુરના કાકોશીની બેઠક કરાઈ છે.

પાટણ જિલ્લા પંચાયતની મુદત નવેમ્બરમાં પૂરી થાય છે. આગામી ચૂંટણી પૂર્વે બેઠકોની ફાળવણી જાહેર કરતા આ બેઠક પર કોને ટીકીટ આપી શકાય અને કોણ ચાલી શકે તેને લઇ રાજકીય પક્ષો દ્વારા રાજકીય ગણતરીઓ અને સમીકરણો ગોઠવવાની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. તો બીજી તરફ ચૂંટણી લડવા ઈચ્છા ધરાવતા લોકો પણ સક્રિય બન્યા છે.

ABOUT THE AUTHOR

...view details