ગુજરાત

gujarat

ETV Bharat / state

Murder case in Chanasma : ખોરસમમાં આધેડને વિધર્મીએ છરો મારતાં મોત, પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

ચાણસ્માના ખોરસમ ગામે બાઈક ધીમું ચલાવવાનું કહેતા વિધર્મીએ તીક્ષ્ણ (Murder Case in Chanasma) હથિયાર વડે હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ ઘટનાને જાણ થતાં પોલીસ વડા સહિતની કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ ઉપરાંત ગામમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ (Police Reconnaissance in Khorasam) બંદોબસ્ત ગોઠવાયો છે.

Murder case in Chanasma : ખોરસમમાં પિતા-પુત્રએ આધેડને પેટના ભાગે છરો મારતા ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
Murder case in Chanasma : ખોરસમમાં પિતા-પુત્રએ આધેડને પેટના ભાગે છરો મારતા ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

By

Published : Mar 7, 2022, 2:49 PM IST

પાટણ: ચાણસ્માના ખોરસમ ગામે રવિવારની રાત્રે સહેજાદ સિપાઈ નામનો યુવાન પુર ઝડપે બાઈક ચલાવી રહ્યો તો. જેને લઈને ગામના ચોકમાં પાર્લર ધરાવતા ભુદર પટેલે બાઈક ધીમું ચલાવવા બાબતે બાઈક સવારને ઠપકો આપ્યો હતો. ત્યારબાદ બાઈક સવાર યુવકે ઘરે જઈ આ બાબતની જાણ પોતાના પિતા રહેમાન ખાન સિપાઈને કરી હતી. આથી ઉશ્કેરાયેલા પિતા-પુત્રએ છરો (Murder case in Chanasma) લઈ ફરીથી બાઈક પર ગામના ચોકમાં આવી પહોંચ્યા હતા.

ખોરસમમાં પિતા-પુત્રએ આધેડની હત્યા કરી

આ પણ વાંચોઃMurder of Teenager in Surat: મિત્રની બહેનની છેડતી કરવા મુદ્દે ઠપકો આપવો કિશોરને પડ્યું ભારે, આરોપીઓએ કરી હત્યા

છરો કાઢી આધેડને પેટના ભાગે માર્યો

પાર્લર માલિક ભુદર પટેલને અપશબ્દો બોલી કહ્યું કે, મારા છોકરાને કેમ બોલ્યા. આ સમયે ચોકમાં ઉપસ્થિત અન્ય લોકોએ પણ આ બંને પિતા-પુત્રને ગાળો બોલવાની ના પાડતા મામલો ઊંચકાયો હતો.જેને લઈને વિધર્મીએ સહેજાદ ખાને પોતાના ફેટમાંથી છરો (Murder Case in Khorasam) કાઢી આધેડને પેટના ભાગે મારતા તેઓ લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યા હતા. આ બનાવ બાદ પિતા-પુત્ર બાઇક લઇને નાસી ગયા હતા. જાગ્રત આધેડને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી વાહનમાં ચાણસ્મા હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પરિવારજનોમાં શોકની છવાઈ ગયો હતો. ગામમાં ભારે સનસની મચી હતી.

આ પણ વાંચોઃHusband Blast Detonater to kill wife : મેઘરજમાં પતિએ પત્નીનો જીવ લેવા આત્મઘાતી બ્લાસ્ટ કર્યો, દુકાનોમાંથી મળ્યાં ડીટોનેટર

ગામમાં ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો

આ ઘટનાની જાણ થતાં જ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા LCB, SOG સહિતનો પોલીસ કાફલો ખોરસમ ગામે દોડી આવ્યો હતો. પરિસ્થિતિ વણસે નહીં તે બાબતે ગામમાં ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાય ગયો હતો. હુમલો કરી નાસી છૂટેલા પિતા-પુત્રને તેના ઘરેથી ઝડપી લઈ તેની વિરુદ્ધ (Crime in Khorasam) કાયદેસર ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details