પાટણ:જિલ્લામાં આવેલી 500 જેટલી સસ્તા અનાજની દુકાનના સંચાલકોના સંગઠન પાટણ જિલ્લા એફ.પી. એસ.એસોસિએશન દ્વારા આજે પાટણ ખાતે જિલ્લા પુરવઠા અધિકારીને આવેદનપત્ર પત્ર આપ્યું હતું. રજૂઆત કરી હતી કે રાજ્ય સરકાર દ્વારા રેશનીંગની દુકાન ધરાવતા સંચાલકોના પૂરતા પુરવઠા અને કમિશન સહિતના પડતર પ્રશ્ન ઉકેલવામાં નહીં આવતા સપ્ટેમ્બર માસનો જથ્થો ઉપાડશે નહીં. જેથી જિલ્લાના 2,27,422 રેશનકાર્ડ ધારકો સરકાર દ્વારા મળતા સસ્તા અનાજના જથ્થા થી વંચિત રહેશે.
Patan News: પાટણ જિલ્લાના બે લાખથી વધુ રેશનકાર્ડ ધારકો મૂકાયા મૂંઝવણમાં - રેશનકાર્ડ ધારકો
શન ડીલર દ્વારા રાજ્ય સરકાર સામે સપ્ટેમ્બર માસમાં અસહકાર ચળવળ અભિયાન હેઠળ રેશનીંગનો જથ્થો નહીં ઉપાડવા એલાન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે પાટણ જિલ્લા એફ.પી એસ એસોસિએશન દ્વારા જિલ્લા પુરવઠા અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
Published : Aug 25, 2023, 12:13 PM IST
જથ્થો નહીં ઉપાડવા એલાન:રાજ્યના રેશન ડીલર દ્વારા રાજ્ય સરકાર સામે સપ્ટેમ્બર માસમાં અસહકાર ચળવળ અભિયાન હેઠળ રેશનીંગનો જથ્થો નહીં ઉપાડવા એલાન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે પાટણ જિલ્લા એફ.પી એસ એસોસિએશન દ્વારા જિલ્લા પુરવઠા અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. એસોસિએશનના આગેવાનોએ પુરવઠા અધિકારીને જણાવ્યું હતું કે, રેશન ડીલર પડતર પ્રશ્ન મામલે સરકારે અનેકવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી છે. આ મામલે સર્વ સંમતિ સંધાઈ હોવા છતાં પડતર માંગણીઓને સતત ઉપેક્ષા કરવામાં આવી રહી છે.
આંદોલનની ચીમકી: હકારાત્મક પ્રતિસાદ નહીં મળતા ના છૂટકે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. તેના ભાગરૂપે પાટણ જિલ્લાના સસ્તા અનાજની દુકાનના સંચાલકો પણ સપ્ટેમ્બર માસનો રેશનીંગનો જથ્થો ઉપાડશે નહીં કે વિતરણ પણ કરશે નહીં. સસ્તા અનાજની દુકાનદારો દ્વારા પોતાની પડતર માંગણીઓ બાબતે આવેદન પત્ર આપવામાં આવ્યું છે. જે સરકાર સુધી અમે પહોંચાડીશું. આ પ્રશ્ન સમગ્ર રાજ્યમાં સસ્તા અનાજની દુકાન ચલાવતા સંચાલકોનો છે. જેથી સરકાર આ મડાગાંઠ ઉકેલવા ગંભીરતાથી બિચારી રહી છે. અમને સરકાર તરફથી જે સુચના મળશે તે પ્રમાણે રેશનકાર્ડ ધારકોના હિતમાં કામગીરી કરીશું.