- રાણીની વાવ ખાતે પ્રવાસીઓ ઉમટ્યા
- 10 હજાર જેટલા પ્રવાસીઓએ લીધી રાણીની વાવની મુલાકાત
- પુરત્વ વિભાગને 3.50 લાખની થઈ આવક
પાટણઃ વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પામી વિશ્વ ફલક પર ચમકેલી અને રૂપિયા 100ની ચલણી નોટ પર અંકિત થયેલી પાટણની ઐતિહાસિક રાણકી વાવને નિહાળવા દિવાળીના તહેવારોમાં દેશ-વિદેશમાંથી પ્રવાસીઓ પાટણના મહેમાન બને છે. પરંતુ ચાલુ વર્ષે કોરોના મહામારીને કારણે વિદેશી પ્રવાસીઓ પર સરકારે રોક લગાવી છે. જોકે, દિવાળીના મિની વેકેશનના પાંચ દિવસમાં અંદાજે દસ હજાર ભારતીય પ્રવાસીઓ પાટણના મહેમાન બન્યા હતા.
પ્રવાસીઓએ વાવના શિલ્પ સ્થાપત્યો નિહાળ્યા