- પાટણમાં ઓક્સિજન પર 50 ટકા કાપ મૂકવામાં આવ્યો
- ઓક્સિજન કાપ પર કોંગ્રેસ ધારાસભ્યએ કરી લાલ અંખ
- ઓક્સિજનની અછતના કારણે જો કોઈનું મૃત્યુ થયું તો કરવામાં આવશે પ્રદર્શન
પાટણ : જિલ્લામાં કોરોનાની વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે, જેના કારણે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓ માટે બેડ ખૂટી પડ્યા છે. આવા કપરા સંજોગોમાં જિલ્લામાં પૂરો પાડવામાં આવતા ઓક્સિજનના જથ્થામાં સરકાર દ્વારા 50 ટકા જેટલો કાપ મુકાતા પાટણ કોંગ્રેસના ધારાસભ્ય લાલઘૂમ થયા છે, અને ચીમકી ઉચ્ચારી છે કે ઓક્સિજનના અભાવે કોઈપણ દર્દીનું મોત થશે તો તમામ મૃતદેહો કલેકટર કચેરીમાં લાવવામાં આવશે જેને લઈ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે.
ઓક્સિજન પર 50 ટકાનો કાપ
પાટણ જિલ્લાના નજીક આવેલ ઓક્સિજન પ્લાન્ટ દ્વારા જિલ્લાના જ દર્દીઓને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળતો નથી અને ઓક્સિજનની ભારે અછત સર્જાઈ છે. રાજ્ય સરકાર દ્વારા આ પ્લાન્ટને ફાળવાતા ઓક્સિજનના જથ્થામાં 50 ટકા જેટલો કાપ મુકી આ જથ્થો અમદાવાદ સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાં ફાળવવાનો નિર્ણય કરતા તેના ઘેરા પ્રત્યાઘાતો પડયા છે.
આ પણ વાંચો : પોરબંદરમાં હોમ ક્વોરોન્ટાઇન દર્દીઓને ઓક્સિજન જથ્થો આપવા કોંગ્રેસની માગ