ગુજરાત

gujarat

ETV Bharat / state

જિલ્લાના પશુધનમાં લમ્પી રોગની એન્ટ્રી, સારવાર અને સર્વેની કામગીરી થઈ શરૂ - Lumpy Disease Recovery in Animal

પાટણ જિલ્લાના સરહદી સાંતલપુર(Border Santalpur of Patan district) સમી અને રાધનપુર તાલુકાના 10 જેટલા ગામોમાં લમ્પી વાયરસના ચેપમાં(Lumpy virus infection) 50થી વધુ પશુઓ સપડાય છે. જેને લઇને જિલ્લા વહીવટી તંત્ર દોડતું થયું છે જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી સારવાર અને સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે, તો બીજી તરફ પશુપાલકોમાં ભય જોવા મળી રહ્યો છે

Etv Bharatજિલ્લાના પશુધનમાં લમ્પી રોગની એન્ટ્રી, સારવાર અને સર્વેની કામગીરી થઈ શરૂ
Etv Bharatજિલ્લાના પશુધનમાં લમ્પી રોગની એન્ટ્રી, સારવાર અને સર્વેની કામગીરી થઈ શરૂ

By

Published : Aug 4, 2022, 5:16 PM IST

પાટણ: ગુજરાતના કચ્છ અને રાજસ્થાનના ઝાલોરમાં પશુઓના લંપી રોગચાળાના હાહાકાર બાદ પાટણ જિલ્લાના ત્રણ તાલુકાના 10 જેટલા ગામના પશુઓ આ રોગચાળાની ઝપટમાં આવ્યા છે. સાંતલપુર તાલુકાના દાત્રાણામાં 24 સાંતલપુરમાં 7, વૌવા 4, અબિયાણા 15 અને ધોકાવાડા 3, સમી તાલુકાના જાખેલમાં 1 અને લાલપુરમાં 3 પશુઓ તેમજ રાધનપુર તાલુકાના શબ્દલપુરામાં 1 અને અરજણસરમાં 1 મળી કુલ 60 જેટલા પશુઓ લમ્પી વાયરસનો ભોગ બન્યા છે. પાટણ જિલ્લામાં લમ્પી વાયરસનો પગપેસારો થતા જિલ્લા વહીવટી તંત્ર(Patan District Administration) સહિત પશુપાલન વિભાગ દોડતું થયું છે અને અધિકારી કર્મચારીઓ દ્વારા આ તાલુકાના ગામોમાં પશુઓની સારવાર અને સર્વેની કામગીરી(Animal treatment and survey operations) હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો:રસી આપ્યા બાદ પણ ગાયોમાં લમ્પી, પશુપાલકોમાં ડરનો માહોલ

સારવાર કરવામાં આવેલા પશુઓમાં રિકવરી જોવા મળેલી છે -પશુપાલન વિભાગના અધિકારી(Animal Husbandry Department Officer) વી.બી. પરમારે જણાવ્યું હતું કે, પાટણ જિલ્લાના ત્રણ તાલુકામાં અત્યાર સુધી આ રોગથી સંક્રમિત 50થી વધુ પશુઓ નોંધાયેલા છે. તમામ પશુઓની તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી છે. સારવાર કરવામાં આવેલા પશુઓમાં રીકવરીનું પ્રમાણ(Lumpy Disease Recovery in Animal) ઘણું સારૂ છે. અત્યાર સુધી જોવા મળેલી આ રોગની(Lumpy Disease in Animal) તીવ્રતા પણ ઓછી છે. હજુ સુધી જિલ્લામાં કોઈ પશુનું મૃત્યું થયું નથી.

જિલ્લાના સમી,રાધનપુર અને સાંતલપુર તાલુકામાં 50 થી વધુ પશુઓ લંપી વાયરસ ની ઝપેટ માં

સારવાર તથા સર્વેની કામગીરી માટે અધિકારી કર્મચારીઓ નિયુક્તિ -અસરગ્રસ્ત તાલુકાઓમાં સારવાર તથા સર્વેની કામગીરી માટે જિલ્લાના 54 પશુધન નિરીક્ષકો, 17 જેટલા પશુ ચિકિત્સક અધિકારીઓ તથા ક્લાસ વન અને ક્લાસ ટુ ના અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી છે. પાટણ જિલ્લાના તમામ પશુ દવાખાનાઓમાં સારવાર માટેની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. પૂરતા પ્રમાણમાં દવાઓનો જથ્થો પણ છે. 18 જેટલી પશુઓનો દ્વારા રોગીષ્ટ પશુઓને સારવાર આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો:લમ્પી બીમારીએ વધારી ચિંતા, જામનગર જિલ્લામાં દૂધની આવકમાં ધરખમ ઘટાડો

પશુપાલકોને પશુપાલન વિભાગ દ્વારા અપીલ -પશુઓમાં આ રોગનો ફેલાવો મચ્છર, માખી, ઇતરડી કરવાથી થાય છે. જેથી માખી, મચ્છર ઉપર નિયંત્રણ રાખવું, રોગીષ્ટ પશુને અલગ કરવા અને ચરવા માટે છૂટું ન મોકલવા પશુપાલકોને પશુપાલન વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details