ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણમાં મકાનની દિવાલ ધરાશાયી થતા એક મજૂરનું મોત, બે ઈજાગ્રસ્ત - wall collapsed in patan

સાલવીવાડા વિસ્તારમાં ભઠ્ઠીના માઢમાં રહેતાં પટેલ વિનોદભાઇ માધાભાઇના બે માળના મકાનનું કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન આ મકાનનો સ્લેબ ભરવામાં આવી રહ્યો હતો. ત્યારે બાજુમાં આવેલા પટેલ હિરાબેનની સહિયારી દિવાલને કોચવામાં આવી રહી હતી. આ કામગીરી સમયે દિવાલ ધરાશાયી થતાં કામ કરી રહેલા ત્રણ મજુરો તેના કાટમાળ નીચે દટાયા હતા. જેમાં મુકેશભાઇ કાંતીલાલનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતું.

પાટણ
પાટણ

By

Published : Jul 6, 2021, 9:46 PM IST

Updated : Jul 7, 2021, 10:04 AM IST

  • મકાનના રીપેરીંગ કામ દરમિયાન પડોશમાં આવેલી દિવાલ પડતા 1નું મોત
  • ઘટનાના પગલે લોકો ટોળે વળ્યાં
  • ઇજાગ્રસ્તોને હોસ્પિટલ સારવાર માટે લઇ જવાયા
  • પાલિકાની ટીમ પહોંચી ઘટના સ્થળે

પાટણ: પાટણ શહેરના ભઠ્ઠીના માઢ વિસ્તારમાં મકાનના રીપેરીંગ કામ સમયે બાજુના મકાનની દિવાલ પડતાં ત્રણ મજુરો દટાયા હતાં. જેમાં એકનું મોત થયુ હતું, જ્યારે બે મજુરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનતાં સારવાર માટે ધારપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.

એક મજૂરનું મોત

આ પણ વાંચો: સુરતમાં દિવાલ ધસી પડતા 4 શ્રમિકોનાં મોત, 3 ઈજાગ્રસ્ત

2 મજૂરો ઈજાગ્રસ્ત

દિવાલ ધરાશયી થતા મજૂરો ઈજાગ્રસ્ત

બનાવને પગલે નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. બચાવ અને રાહત કામગીરી હાથ ધરી હતી. દુર્ઘટનાની જાણ થતાં મૃતક અને ઇજાગ્રસ્તોના પરીવારોએ ઘટના સ્થળે કરૂણ કલ્પાંત કરતાં ભારે ગમગીની છવાઇ હતી. મકાનની દીવાલ ધરાશાયી થતા બીપીનભાઇ બાલુભાઇ સાધુ સહિત અન્ય એક મજુરને ગંભીર ઇજાઓ થઇ હતી . જેઓને કાટમાળમાંથી બહાર કાઢી ધારપુર સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

Last Updated : Jul 7, 2021, 10:04 AM IST

ABOUT THE AUTHOR

...view details