ગુજરાત

gujarat

ETV Bharat / state

મુંબઈના એન્ટિલિયા કેસમાં પાટણના કિશોર ઠક્કરની ધરપકડ - entiliya case update

મુંબઈના ચર્ચિત એન્ટિલિયા કેસમાં મુંબઇ ATS દ્વારા પાટણમાં રહેતા કિશોર ઠક્કર નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવતા ચકચાર મચી છે. મુંબઈના આ ચર્ચાસ્પદ કેસના તાર પાટણ સાથે જોડાતા અને કિશોર ઠક્કરની ધરપકડનો મુદ્દો શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

એન્ટિલિયા કેસ
એન્ટિલિયા કેસ

By

Published : Mar 23, 2021, 10:30 PM IST

  • મુંબઈના ચર્ચાસ્પદ કેસના તાર પાટણ સાથે જોડાયા
  • સીમ કાર્ડ મામલે મુંબઇ ATS પોલીસે કિશોર ઠક્કરની કરી ધરપકડ
  • પાટણ પોલીસને અંધારામાં રાખી મુંબઇ ATS ઓપરેશન પાર પાડ્યું

પાટણ : મુકેશ અંબાણીના નિવાસ્થાન એન્ટિલિયા નજીકથી વિસ્ફોટક ભરેલી કાર મળી આવી હતી, ત્યારબાદ આ સમગ્ર ઘટનાક્રમની તપાસ મહારાષ્ટ્ર ATS અને નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીને સોંપવામાં આવતા મુખ્ય આરોપી તરીકે સસ્પેન્ડ કરાયેલા અસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર સચિન વાજેનું નામ આવ્યું હતું. આ કેસમાં કચ્છના બુકી નરેશ ગોરેએ સીમ કાર્ડ આપ્યા હોવાનું ખુલ્યું હતું.

પાટણ પોલીસને અંધારામાં રાખી મુંબઇ ATS ઓપરેશન પાર પાડ્યું

પાટણ પોલીસને અંધારામાં રાખી ગુપ્ત રીતે સમગ્ર ઓપરેશન પાર પાડયું

આ સીમ કાર્ડ ગાયત્રી ટ્રેડર્સ પાટણના નામે રજિસ્ટ્રેશન થઈ ખરીદ્યા હોવાનું બહાર આવતા મહારાષ્ટ્ર ATS પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી પાટણમાં ધામા નાખ્યા હતા અને ગુપ્ત રાહે તપાસ કરી સીમ કાર્ડ મામલે પાટણના અંબાજીની નેરિયામાં આવેલા યશવિહારના મકાન નંબર 278માં રહેતા કિશોર ઠક્કરને ધરપકડ કરી મુંબઈ રવાના થઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, મુંબઇ ATS પોલીસે પાટણ પોલીસને અંધારામાં રાખી ગુપ્ત રીતે સમગ્ર ઓપરેશન પાર પાડ્યું હતું.

મુંબઈના એન્ટિલિયા કેસમાં પાટણના કિશોર ઠક્કરની ધરપકડ
એન્ટિલિયા કેસમાં ગુજરાત કનેક્શન : અમદાવાદમાંથી ખરીદવામાં આવ્યા હતા સીમ કાર્ડ

દેશના સૌથી ધનાઢ્ય મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટક ભરેલી કાર મૂકવાની તપાસ હાલ NIA અને મુંબઇ ATSકરી રહી છે. તેવામાં આ સમગ્ર કેસમાં ષડ્યંત્ર ઘણા સમય અગાઉ રચાયું હતું. આ ષડ્યંત્ર માટે જરૂરી વસ્તુ માટે સચિન વાઝેએ કામ સીંદે નામનાં સસ્પેન્ડ પોલીસકર્મીને સોંપી હતી અને તેને કોમ્યુનિકેશન માટે બુકી નરેશ મારફતે અમદાવાદથી સિમ કાર્ડ મેનેજ કરાવ્યા હતા, તેવી વિગતો પણ બહાર આવી રહી છે. જેમાં ગાયત્રી ટ્રેડર્સના માલિક કિશોર ઠક્કરે બોડકદેવમાંથી આ સિમ કાર્ડ ખરીદ્યા હોવાનું બહાર આવ્યું છે. જે બાદ મુંબઈ ATSએ અમદાવાદથી તેની ધરપકડ કરવામાં આવી હતી.

અમદાવાદમાંથી ફેક્ટરી માલિકની ધરપકડ

આ કેસમાં મુંબઈ ATSની ટીમ હિરેન હત્યા કેસની તપાસમાં અમદાવાદ પહોંચી હતી. અહીં તપાસ દરમિયાન અમદાવાદથી ગાયત્રી ટ્રેડર્સ નામથી ખરીદાયા હોવાનું સામે આવ્યું છે. પકવાન ચાર રસ્તા પાસેથી ગાયત્રી ટ્રેડર્સના માલિક કિશોર ઠક્કરે 14 સિમ કાર્ડ ખરીદ્યા હતા. જેમાંથી 5 સિમ કાર્ડનો ઉપયોગ એન્ટિલિયા કેસમાં કરાયો હતો, ત્યારે ફેકટરી મલિક અને બુકી નરેશ ઘોર વચ્ચેના કનેક્શન સામે આવ્યા છે. મુંબઈ ATSએ હાલમાં અમદાવાદમાંથી ફેક્ટરી માલિકની ધરપકડ કરીને મુંબઈ જવા રવાના થઈ છે.

કાર 12.30 કલાકે રાતે હાજી અલી જંક્શન પહોંચી હતી

એન્ટિલિયાની બહાર શંકાસ્પદ કારમાં વિસ્ફોટક મળ્યા બાદ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી નિશાના પર છે. CCTV ફૂટેજની તપાસમાં સામે આવ્યું છે કે, એન્ટિલિયાની બહાર કાર 24 ફેબ્રુઆરીની રાતે લગભગ એક કલાકે પાર્ક કરવામાં આવી હતી. આ પહેલાં આ કાર 12.30 કલાકે રાતે હાજી અલી જંક્શન પહોંચી હતી અને અહીં લગભગ 10 મિનિટ સુધી ઊભી હતી. આ ગાડીમાંથી જિલેટિનની 20 સ્ટિક્સ મળી આવી હતી. આ સાથે જ અમુક અન્ય દસ્તાવેજ પણ મળ્યા હતા, ત્યાર બાદ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્ર સરકારે આ મામલાની તપાસ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને સોંપી દીધી છે, સાથે જ અત્યાર સુધીમાં આ મામલામાં કેસ પણ નોંધી લેવાયો છે. CCTVથી પુરાવા શોધવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, સાથે જ આ કારમાંથી એક ચિઠ્ઠી મળી આવી છે, જેમાં લખ્યું છે-‘મુકેશભાઈ, આ તો ફક્ત ટ્રેલર છે, સમગ્ર વ્યવસ્થા થઈ ગઈ છે.

200 મીટર દૂર ઊભી હતી શંકાસ્પદ કાર

મુકેશના ઘર એન્ટિલિયાથી લગભગ 200 મીટર એક શંકાસ્પદ SUVમાંથી ગુરુવારની સાંજે જિલેટીનની 20 સ્ટિક્સ મળી હતી. તપાસ દરમિયાન કારનો નંબર પણ ખોટો મળ્યો. પોલીસના જણાવ્યા પ્રમાણે, એન્ટિલિયામાં બુધવારની રાતે લગભગ 1 કલાકે SUV ઊભી કરવામાં આવી હતી. અહીં 2 ગાડી જોવા મળી હતી, જેમાં એક ઈનોવા પણ સામેલ છે. આ ગાડીનો ડ્રાઈવર SUVને અહીં પાર્ક કરીને જતો રહ્યો હતો.

મુકેશ અંબાણીના સુરક્ષા કાફલામાંના એક વાહન સાથે મેચ થાય છે આ કારનો નંબર

પોલીસના જણાવ્યા પ્રમાણે, એન્ટિલિયાની બહાર જે ગાડી મળી એ સ્કોર્પિયો કાર હતી. આ ગાડીને મોડી રાતે લગભગ એક વાગ્યે ઊભી કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે, જેમાં જિલેટીનની 20 સ્ટિક્સ હતી. આ ગાડીની અંદર એક લેટર પણ મળ્યો હતો, જેની તપાસ કરવામાં આવી રહી છે. ગાડીનો જે રજિસ્ટ્રેશન નંબર છે એ મુકેશ અંબાણીના સુરક્ષા કાફલામાંના એક વાહન સાથે મેચ થાય છે. એવામાં ક્રાઈમ બ્રાન્ચ આ એન્ગલથી પણ તપાસ કરી રહી છે. આ વેહિકલને સીલ કરી દેવામાં આવ્યું છે.

જાણો સમગ્ર ઘટનાની વિગતો

મુકેશ અંબાણીના ઘર નજીક વિસ્ફોટક ભરેલી ગાડી મળી આવી

મુંબઈમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર નજીક વિસ્ફોટકોથી ભરેલી ગાડી મળી આવી છે. મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે કહ્યું કે, એન્ટિલિયાની બહાર પાર્ક કરેલી એક શંકાસ્પદ કારમાંથી જિલેટીન મળી આવ્યા છે. મુંબઈ પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચી તપાસ કરી રહી છે.

મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાની બહાર શંકાસ્પદ કારમાંથી વિસ્ફોટક જિલેટીન મળ્યું

દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયાની બહાર શંકાસ્પદ કાર અને 20 જિલેટીન સડીઓ મળી આવી છે. મુંબઈ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને અંબાણીના ઘરની નજીકમાં ઘણી સુરક્ષા ગોઠવવામાં આવી છે.

શંકાસ્પદ ગાડી કેસઃ મુંબઇ ક્રાઇમ બ્રાન્ચને મળ્યા મહત્વના પુરાવા

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર દારૂગોળો ભરેલી સ્કોર્પિયો ઊભી રાખનારા આરોપીની ઓળખ થઈ ચૂકી છે. આ અંગેની માહિતી સૂત્રો તરફથી પ્રાપ્ત થઈ છે. આ સ્કોર્પિયોની પાછળ એક સફેદ રંગની ઈનોવા કાર મુંબઈ પોલીસે શોધી કાઢી છે. મુંબઈ પોલીસે તેની મદદથી જ મુખ્ય આરોપી સુધી પહોંચવાની તૈયારી કરી છે. ક્રાઈમબ્રાન્ચ ઝડપથી જ મુખ્ય આરોપીને પકડવાનો દાવો કરી રહી છે.

મુકેશ અંબાણીના ઘરની બહાર મળેલી શંકાસ્પદ કાર મામલે જૈશ ઉલ હિંદે જવાબદારી સ્વીકારી

મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા બાહર મળેલી શંકાસ્પદ કાર મામલે તપાસ મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. આ કાર ઇસ્ટર્ન એકપ્રેસ હાઇ-વે પરથી ચોરી થઇ હતી. જેની ફરિયાદ કાર માલિકે વિક્રોલી પોલીસ સ્ટેશનમાં નોંધાવામાં આવી હતી. આ સમગ્ર મામલે મુંબઇ પોલીસની 10 ટીમ કામ કરી રહી છે.

સંજય રાઉતનું નિવેદન: કેન્દ્રિય તપાસ એજન્સીઓને મોકલીને કેન્દ્ર સરકાર મુંબઈ પોલીસનું મનોબળ તોડી રહી છે

મુંબઇ: દક્ષિણ મુંબઈ સ્થિત ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયા બહાર વિસ્ફોટકો ભરેલી SUV મળવાના કેસમાં મુંબઈ પોલીસના અધિકારી સચિન વાજેની ધરપકડ થતા રાજકારણ ગરમાયું છે. મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખ અને શિવસેનાના નેતા સંજય રાઉતે આ અંગે નિવેદન આપ્યું છે. ગૃહપ્રધાન અનિલ દેશમુખે કહ્યું હતું કે, NIA અને ATS મુકેશ અંબાણીના ઘરની સામેથી વિસ્ફોટકો સાથે મળી આવેલી સ્કોર્પિયો કાર તેમજ મનસુખ હિરેનની હત્યાની તપાસ કરી રહી છે. જ્યારે, શિવસેનાનાં નેતા સંજય રાઉતે કહ્યું કે, 'જે કેન્દ્રીય એજન્સીઓને તપાસ સોંપવામાં આવી છે. અમે તેમનું સ્વાગત કરીએ છીએ, પરંતુ ઇરાદાપૂર્વક આવી એજન્સીઓને તપાસ સોંપીને મુંબઈ પોલીસનું મનોબળ તોડવામાં આવ્યુ હોય તેમ લાગી રહ્યું છે.'

એન્ટિલિયા કેસ મામલે NIA દ્વારા વાજેની ધરપકડ બાદ કોર્ટમાં હાજર કરવાની તૈયારી

મુંબઇ:અંબાણીના મુંબઇ સ્થિત ઘરની નજીક વિસ્ફોટક સામગ્રીથી ભરેલી ગાડીના કેસની તપાસ કરતી ઍજન્સી NIAએ શનિવારે રાત્રે મુંબઈ પોલીસ અધિકારી સચિન વાજેની 12 કલાકથી વધુ સમયની પૂછપરછ કર્યા બાદ ધરપકડ કરી હતી.ઝેની ધરપકડ બાદ મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીએ મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકાર સામે મોરચો માંડ્યો છે. મહારાષ્ટ્ર ભાજપના સિનિયર નેતા રામ કદમે ટ્વીટ કરીને સચિન વઝેનો નાર્કો ટેસ્ટ કરવાની માગ કરી છે. રામ કદમે વઝેની ધરપકડ મામલે ઉદ્ધવ સરકારનો પણ ઘેરાવ કર્યો છે.

વાજેની એન્ટિલિયા કેસ સંડોવણીની શંકા

થોડા સમય પહેલા કાર્મિકલ રોડ પર આવેલા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન પાસે પાર્ક કરેલી શંકાસ્પદ ગાડીમાં વિસ્ફોટક જિલેટીનની સડીઓ અને ધમકીભર્યા પત્ર મળી આવ્યા હતા. આ મામલે, NIAએ જણાવ્યું હતું કે, વાજેએ 25 ફેબ્રુઆરીએ આ ઘટનામાં પોતાની ભૂમિકા નિભાવી હતી. આથી આ બાબતને ધ્યાને લેતા તેમની ધરપકડ કરવામાં આવી છે.

વાજે, ઉદ્યોગપતિ હિરણના મોત મામલે શકના દાયરામાં

એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ વાજે, થાણેના ઉદ્યોગપતિ મનસુખ હિરણના મોત મામલે પણ શકના દાયરામાં છે. આ ઘટનાની વાત કરીએ તો, થાણેમાં 5મી માર્ચે હરણની લાશ મળી હતી. આ કેસની તપાસ ATS કરવામાં આવી રહી છે. શનિવારે NIAએ વાજેનું નિવેદન લેતી વખતે, હરણની કથિત હત્યા અને વિસ્ફોટક સામગ્રીથી ભરેલી ગાડીના કેસમાં આગળની તપાસ હાથ ધરવા અંગેની માહિતી આપવામાં આવી હતી.

આગળની તપાસ ATSના હાથમાં

દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયાની બહાર 25 ફેબ્રુઆરીના રોજ શંકાસ્પદ કાર અને તેમાં 20 જિલેટીન સડીઓ મળી આવી હતી. મુંબઈ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચ્યાં બાદ, મુંબઇ ડોગ સ્ક્વૉડ અને બૉમ્બ પ્રિવેન્શન સ્કવૉડ ઉપરાંત ATSની ટીમ પણ પહોંચી ગઈ હતી અને આગળની તપાસ હાથ ધરી હતી.

એન્ટિલિયા કેસ: NIAએ જપ્ત કર્યું ત્રીજું વાહન, થઈ શકે છે મહત્વપૂર્ણ ખુલાસા

મુંબઇ: ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા નજીક વિસ્ફોટકથી ભરેલા વાહનની તપાસ NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી) કરી રહી છે. NIAએ સ્કાર્પિયો, ઇનોવા બાદ હવે વિસ્ફોટક કેસમાં ત્રીજું વાહન જપ્ત કર્યું છે. હવે આ કેસમાં મર્સિડીઝ કાર દ્વારા જાહેર થવાની સંભાવના છે.

ડાયટમ તપાસના રિપોર્ટ મુજબ મનસુખ હિરેન પાણીમાં પડ્યા ત્યારે જીવીત હતા: અધિકારી

ઉદ્યોગપતિ મનસુખ હિરેનની ડાયટમ પરીક્ષા (ડૂબીને થયેલા મોતના કિસ્સામાં કરાતી તબીબી પરીક્ષા) દર્શાવે છે કે, તે જ્યારે પાણીમાં પડ્યા તે સમયે જીવતા હતા. જો કે, આ અહેવાલ નિર્ણાયક નથી. મહારાષ્ટ્રની એન્ટી ટેરેરિસ્ટ સ્ક્વોડ(ATS) મનસુખ હિરેનના રહસ્યમય મોતની તપાસ કરી રહી છે. ડાયટમ ટેસ્ટ એ ડૂબીને મૃત્યુ પામનારા લોકોની મોતનું ચોક્કસ કારણ જાણવા માટે મહત્વપૂર્ણ ટેસ્ટ છે.

મનસુખ હિરેનનાં ફેફસાંમાથી પાણી મળી આવ્યું

અધિકારીના જણાવ્યા પ્રમાણે, "ડાયટમ ટેસ્ટનો રિપોર્ટ દર્શાવે છે કે, તે(હિરેન) જ્યારે પાણીમાં પડ્યો ત્યારે જીવતો હતો." તેના ફેફસાંમાથી પાણી મળી આવ્યું છે. અમે અસ્થિના નમૂનાને હરિયાણાની અપરાધ વિજ્ઞાન પ્રયોગશાળામાં મોકલ્યા છે. તેમણે કહ્યું કે, "તપાસકર્તાઓને ડાયટમ તપાસ રિપોર્ટ મળ્યો છે, પરંતુ તે નિર્ણાયક નથી." અધિકારીએ જણાવ્યું કે, વિસેરા, લોહીના નમૂના, નેઇલ ક્લિપિંગના રિપોર્ટની પણ રાહ જોવાઇ રહી છે.

ડાયટમ હાડકાના નમૂના હરિયાણાની લેબમાં તપાસાર્થે મોકલાયા

ATSના DIG શિવદીપે પુષ્ટિ કરી હતી કે, ડાયટમ હાડકાના નમૂના હરિયાણાની એક લેબમાં મોકલવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, "ATSની ટીમ કલવાની છત્રપતિ શિવાજી મહારાજ હોસ્પિટલમાં હિરેનનું પોસ્ટમોર્ટમ કરનારા ત્રણ ડોક્ટરોના પણ નિવેદનો લેશે."

મહારાષ્ટ્ર ATSનો દાવો, મનસુખ હિરેનના મોતનો કોયડો ઉકેલાયો

મુંબઇ: એન્ટિલિયા કેસમાં મહારાષ્ટ્ર ATS (એન્ટી ટેરરિઝમ સ્કવોર્ડ)એ દાવો કર્યો છે કે, મનસુખ હિરેનની હત્યાના કેસને ઉકેલી લેવામાં આવ્યો છે. આ અગાઉ મહારાષ્ટ્ર ATSએ ઉદ્યોગપતિ મનસુખ હિરેનની હત્યાના આરોપમાં બે વ્યક્તિની ધરપકડ કરી હતી.

ATSએ શનિવારના રોજ 2 લોકોની ધરપકડ કરી હતી

સમગ્ર ઘટના અંગે રવિવારના રોજ એક અધિકારીએ જણાવ્યું હતુ કે, શનિવારની રાત્રે એક પોલીસકર્મી વિનાયક શિંદે અને બુકી નરેશ ધારેની ધરપકડ કરવામાં આવી હતી.

પુછપરછ બાદ બન્ને આરોપીની ધરપકડ કરાઈ

મનસુખ હિરેન મર્ડર કેસ અંગે એક અધિકારીએ કહ્યું હતું કે, મનસુખ હિરેનની હત્યાના કેસ અંગેની પુછપરછ માટે બન્ને આરોપીઓને શનિવારના રોજ ATS (એન્ટી ટેરરિઝમ સ્કવોર્ડ)ના મુખ્યાલયમાં બોલાવવામાં આવ્યા હતા અને બાદમાં તેઓને ધરપકડ કરવામાં આવી હતી.

એન્ટિલિયા કેસમાં મહારાષ્ટ્ર ATSએ કર્યો મહત્વનો દાવો

ઉલ્લેખનીય છે કે, શિંદે, લખન ભૈયા બનાવટી એન્કાઉન્ટર કેસમાં દોષી છે અને ગયા વર્ષે જ તે થોડા દિવસો માટે ફરલો પર જેલની બહાર આવ્યો હતો. ત્યારથી આ કેસની તપાસ ATS કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details